બોલિવુડના જાણીતા મ્યુઝિક ડાયરેક્ટરએ આર રહેમાનને આખી દુનિયા પોતાનુ નામ બનાવ્યુ છે ત્યારે હવે એ આર રહેમાનને લઇને મોટા સમાચાર આવી રહ્યા છે,આર રહેમાનને મોટો ખુલાસો કર્યો છે.ઓસ્કર વિનિંગ મ્યુઝિક ડાયરેક્ટર એ આર રહેમાનનું કહેવું છે કે એક ગેંગ છે જે તેમના વિશે અફવાહો ફેલાવી રહી છે. તેમના વિરૂદ્ધ એવી ખબરો ફેલાવવામાં આવી રહી છે કે બોલિવુડ ઈન્ડસ્ટ્રીમાં તેમને કામ નથી આપવામાં આવી રહ્યું.
આપને જાણાવી દઇએ કે તમને જણાવી દઈએ કે એ આર રહેમાને સુશાંત સિંહ રાજપુતની લાસ્ટ ફિલ્મ ‘દિલ બેચારા’નું મ્યુઝિક કંપોઝ કર્યું છે.એ આર રહેમાને એક ઈન્ટરવ્યુમાં કહ્યું કે, ‘હું સારી ફિલ્મોનો ઈનકાર નથી કરતો પરંતુ મને લાગે છે કે કોઈ ગેંગ છે ખોટી ખબરો ફેલાવી રહી છે.
એ આર રહેમાને એક ઇન્ટરવ્યુમાં જાણાવ્યું કે હું સારી ફિલ્મોનો ઈનકાર નથી કરતો પરંતુ મને લાગે છે કે કોઈ ગેંગ છે ખોટી ખબરો ફેલાવી રહી છે. મુકેશ છાબડા મારી પાસે આવ્યા હતા અને મેં તેમને બે દિવસમાં જ ગીત તૈયાર કરીને આપ્યુ.’ ‘દિલ બેચારા’ના ડાયરેક્ટર મુકેશ છાબડાએ મને કહ્યું કે, ‘સર અનેક લોકોએ મને કહ્યું કે એ આર રહેમાન પાસે ન જાવ અને તેમણે મને ઘણી કહાનીએ પણ સંભળાવી.’
એ આર રહેમાને કહ્યું, ‘મેં મુકેશ છાબડાની વાતો સાંભળી અને વિચાર્યું તો સમજ પડી કે મને કામ કેમ નથી મળી રહ્યું. અને સારી ફિલ્મો મારી પાસે કેમ નથી આવતી. હું ડાર્ક ફિલ્મો કરુ છું તેની સાથે તેને જણાવ્યુ કે આખુ ગ્રુપ મારા વિરૂદ્ધ કામ કરી રહ્યું છે વિચાર્યા વગર તે મારૂ નુકશાન કરી રહ્યા છે.
એ આર રહેમાને આગળ કહ્યું, ‘લોકો ઈચ્છે છે કે હું તેમના માટે કામ કરૂ પરંતુ સાથે એવા લોકો પણ છે જે નથી ઈચ્છતા કે મને કામ મળે. પરંતુ ઠીક છે હું કિસ્મતમાં વિશ્વાસ રાખુ છું અને માનું છું કે દરેક વસ્તુ તમારી પાસે ઈશ્વર દ્વારા આવે છે. માટે હું મારી ફિલ્મોમાં કામ કરી રહ્યો છું. પરંતુ તમારા બધાનો મારા પાસે આવવા માટે સ્વાગત છે’