બોલિવુડ ફિલ્મોની ખાલી ભારતમાં જ નહિ પરંતુ આખા દેશમાં પણ બોલબાલા છે,ભારત બહાર પણ આપણી બોલિવુડ ફિલ્મો ખૂબ પ્રચલિત છે. અને વિદેશમાં પણ તેનો સારો ચાહકવર્ગ છે,તેનુ એક ઉત્તમ ઉદાહરણ હમણાં જ જોવા મળ્યું.
2009માં રિલીઝ થયેલ ડિરેક્ટર રાજકુમાર હિરાણીની ફિલ્મ ‘થ્રી ઈડિયટ્સ’ બ્લોકબસ્ટર સાબિત થઇ હતી. આ ફિલ્મ તેની પોપ્યુલારિટીને કારણે ફરી ચર્ચામાં આવી છે. જાપાનના ઓસાકા શહેરમાં એક થિયેટર બંધ થયું છે.
રસપ્રદ વાત એ છે કે તેના છેલ્લા શોમાં આમિર ખાન સ્ટારર ‘થ્રી ઈડિયટ્સ’ ફિલ્મ રિલીઝ થઇ હતી અને તે છેલ્લો શો હાઉસફુલ હતો.
થિયેટરે તેના લાસ્ટ શોને લઈને એક ટ્વીટ કર્યું હતું કે, ‘ફ્યુઝ લાઈન સિનેમાનો છેલ્લો શો આજે 15:30 વાગ્યે હશે. આ ઘણો સારો હશે અને તેમાં 131 ઓડિયન્સ હશે. આ હાઉસફુલ છે… આભાર.’
વાત કરીએ ફિલ્મ થ્રી ઈડિયટ્સની તો આ ફિલ્મ 2009માં 25 ડિસેમ્બરે રિલીઝ થયેલ ‘થ્રી ઈડિયટ્સ’ ફિલ્મને દુનિયાભરમાં વધાવી લેવામાં આવી હતી. ફિલ્મની સ્ટારકાસ્ટમાં આમિર ખાન, આર માધવન, શર્મન જોશી, કરીના કપૂર, ઓમી વૈદ્ય અને બોમન ઈરાની સામેલ હતા.
આ ફિલ્મ ચેતન ભગતની બુક ‘ફાઈવ પોઇન્ટ સમવન’ પર આધારિત હતી. 2013માં આ ફિલ્મ જાપાનમાં ડબ કરીને રિલીઝ કરવામાં આવી હતી. આ સિવાય ફિલ્મ તાઇવાન, હોંગકોંગ, સાઉથ કોરિયા અને ચીનમાં પણ રિલીઝ થઇ હતી.