સરતચંદ્ર ચટ્ટોપાધ્યાયની નવલકથા ‘દેવદાસ’ પરથી સમયાંતરે અલગ અલગ ભાષામાં ફિલ્મ્સ બનતી રહી છે. જેમાંથી એક છે સંજય લીલા ભણસાલી દ્વારા વર્ષ ૨૦૦૨માં બનાવવામાં આવેલી દેવદાસ. જેમાં મુખ્ય કિરદારમાં દેવબાબુ તરીકે શાહરૂખ ખાન, પારોના કિરદારમાં ઐશ્વર્યા અને ચંદ્રમુખીના કિરદારમાં માધુરી જોવા મળે છે. ભણસાલી અને એના સર્જન દેવદાસનો બહુ મોટો ચાહકવર્ગ છે. આજથી ૧૮ વર્ષ પહેલા દેવદાસ રીલીઝ થઇ હતી. તો ચાલો જાણીએ દેવદાસ વિશેની કેટલીક અજાણી વાતો.
આ ફિલ્મનો પ્રોડક્શન ખર્ચ એકંદરે ૫૦ કરોડ જેટલો થયો હતો. જેમાંથી સંજય લીલા ભણસાલીએ ૨૦ કરોડ જેટલો ખર્ચ માત્ર સેટ ઉભા કરવામાં જ ખર્ચી કાઢ્યા હતા. એટલે જ તો ભણસાલી એની ફિલ્મોના સેટ માટે વખણાય છે. તે સમયે પહેલીવાર આટલી મોંઘી હિન્દી ફિલ્મ બનાવવામાં આવી હતી
રસપ્રદ વાત એ છે કે વર્ષ ૨૦૦૨માં ઐશ્વર્યા રાય દેવદાસના પ્રમોશન માટે કાન્સ ફિલ્મ ફેસ્ટીવલ સંજય લીલા ભણસાલી સાથે ગઈ હતી અને રેડ કાર્પેટ પર ઐશ્વર્યનો એ લૂક ત્યારે પણ ચર્ચાયો હતો.
સંજય લીલા ભણસાલીના ડિરેક્શન માટે ભારત તરફથી દેવદાસને ઓસ્કાર એવોર્ડ માટે નોમીનેટ કરવામાં આવી હતી.એટલું જ નહીં તે સમયે ટાઈમ મેગેઝિનની વિશ્વવ્યાપી ટોપ ૧૦ મૂવીઝમાં ‘દેવદાસ’ સામેલ હતી.
આ ફિલ્મના અદભુત સેટના અદભુત સિન આભારી છે લાઈટ્સને. જેમાં શૂટિંગ દરમિયાન ૭૦૦થી વધુ લાઇટ મેન અને ૪૨ જનરેટર્સનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. જેના કારણે એ સમયે ઘણા વાસ્તવિક લગ્ન પ્રસંગોમાં લાઈટ્સ પુરતા પ્રમાણમાં નહોતી મળી રહેતી કારણકે મોટાભાગની લાઈટ્સ દેવદાસના સેટ પર લાગી હતી.ઘણા અહેવાલ મુજબ એવી પણ એક વાત છે કે શાહરૂખ ખાને આલ્કોહોલિક ના હોવા છતાં, પાત્રની પ્રામાણિકતા ઉમેરવા માટે કેટલાક પેગ આલ્કોહોલનું સેવન કર્યું હતું.
દેવદાસના મિત્ર ચુન્નીબાબુનો રોલ જે બખૂબી જેકી શ્રોફે નિભાવ્યો છે. એ પહેલા ગોવિંદા, પછી સૈફ અલી ખાન અને ત્યાર બાદ મનોજ બાજપાઈને ઓફર કરવામાં આવ્યો હતો.ફિલ્મમાં ચંદ્રમુખીનો કોઠો બતાવવામાં આવ્યો છે એ સેટ બનાવવાનો ખર્ચ ૧૨ કરોડ થયો હતો.
દેવદાસના દરેક સોન્ગ્સ આપણને આજે પણ સાંભળવા ગમે છે અને મુહજુબાની યાદ પણ છે. એ સંગીતને બનાવવામાં ભણસાલી અને મ્યુઝીક ડિરેક્ટર ઈસ્માઈલ દરબારને ૧.૫ વર્ષ જેટલો સમય લાગ્યો હતો.
ડોલા રે ડોલા સોંગમાં તમને ઐશ્વર્યાનાં કાનના ઝૂમકા ખુબ ગમ્યા હશે પણ વાત એમ છે કે શૂટિંગ દરમિયાન એ ઝૂમકાએ ઐશ્વર્યાને ઘણી તકલીફો આપી હતી. એના કાનમાંથી લોહી નીકળવાનું શરુ થઇ ગયું હતું જેની જાણ કર્યા વગર તેણેએ શૂટ પૂરું કર્યું હતું.કાહે છેડ મોહે ગીત પર નૃત્ય કરતી વખતે માધુરી દીક્ષિતે જે કોસ્ચ્યુમ પહેર્યો હતો, તેનું વજન 30 કિલો હતું.