દુનિયાના બધુ પડતાં દેશો પાસે પરમાણુ શક્તિ છે પણ એ પરમાણુ શક્તિથી ખુદની રક્ષા કેવી રીતે કરવી એનો જવાબ કોઈ પાસે નથી. બસ એ ફોર્મુલાને બનાવવા અને પછી એને દુશ્મનોની ટીમથી બચાવવાની કહાની એટલે ફિલ્મ “રાષ્ટ્ર કવચ ઓમ” ઘણા વર્ષ પહેલા દેવ રાઠોર (જેકી શ્રોફ)એ દેશને એક સપનું બતાવ્યું હતું, પોતાનું રક્ષા કવચ બનાવવાનું, એવું કવચ જે પરમાણુ હથિયારોથી દેશની રક્ષા કરશે. પણ પછી અચાનક એવું બને છે કે તે ગાયબ થઈ જય છે અને જે ટીમ સાથે મળીને તેઓ કવચ બનાવી રહ્યા હતા એ પણ ગાયબ થઈ જાય છે. એ પછી લોકો વચ્ચે એવી વાતો ફેલાય હતી કે દેવ રાઠોર ગદ્દાર હતા.
જેને દેશ માટે રક્ષા કવચ બનાવવાની વાત કરી હતી એ પોતે જ ફરાર થઈ ગયો અને તેનો એ ફોર્મુલા પણ સાથે લઈ ગયો. બસ ફિલ્મની કહાની આ વાતની આસપાસ ફર્યા કરે છે. આ મિશનમાં લીડ રોલ નિભાવતા ઓમ(આદિત્ય રૉય કપૂર) અને તેમણી ટીમ રો એજન્ટ મૂર્તિ(પ્રકાશ રાજ), જય રાઠોર(આશુતોષ રાણા), કાવ્યા(સંજના સંઘી) પણ શામેલ છે. આ મિશનમાં ઘણા ફિલ્મી મોડ આવે છે અને એકબીજાનો વિશ્વાસ તૂટયાને જોડ્યા રાખે છે અને શકની સોઈ સમયાંતરે દરેક લોકો પર જાય છે. બસ સવાલ એટલો જ છે કે દેશના કવચને સુરક્ષિત કેવી રીતે કરવું. આ ફિલ્મ તેનો જવાબ 135 મિનિટની અંદર તેના દર્શકોને શોધીને આપે છે.
આ ફિલ્મની કહાની સાંભળવામાં સારી લાગશે પણ ફિલ્મમેકર્સે જે રીતે પડદામાં ઉતારી છે એ જોઈને તમને વિચાર આવશે કે આવી રીતે થોડી ફિલ્મો બનાવાય છે. ફિલ્મની શરૂઆતમાં પહેલા અડધા કલાકમાં તમને સમજાશે કે નહીં શું ચાલી રહ્યું છે. ધીરે ધીરે સમજમાં આવશે અને એવું થશે કે સારી એવી કહાનીની આમ પડદા પર ઉતારીને બગાડી નાખી. જોકે આ આખી કહણીના મજેદાર વાત એ છે કે તેના ક્લાઇમેક્સમાં ઘણા ટ્વીસ્ટ રાખવાં આવ્યા છે જે સારી વાત છે પણ એ કાલિમેકનો આખી કહાનીમાં ક્યાંય પણ કોઈ કડી જોડવામાં આવી નહતી. એટલા માટે ફિલ્મનું ક્લાઇમેક્સ જરા પણ દર્શકોને ખુશ કરતું નથી.
જો કે એક્ટિંગની વાત કરીએ તો આદિત્ય રૉયકપૂરે કઇંક નવું કરવાની કોશિશ કરી છે. એ તેમણાં આશિકી વાળા રોલમાંથી બહાર આવીને સોલ્જર બન્યા છે. પણ એક્ટિંગના નામ પર મેકર્સે આદિત્ય પાસે 100 ટકા કામ કઢાવી શક્યા નથી. આખી ફિલ્મમાં આદિત્યને એક્શન કરાવવા માટે જ બોલાવ્યો હોય એવું લાગી રહ્યું હતું. સંજના સંઘી વિશે વાત કરી તો એમને પણ સારું એક્શન કર્યું છે પણ એમણે વધુ રોલ આપવાં આવ્યો નથી. પ્રકાશ રાજન કેરેક્ટરને પણ સમય આપવાની જરૂર હતી પણ મેકર્સ એમ પણ ફેલ રહ્યા છે. સાથે જ આશુતોષ રાણા અને જેકી શ્રોફએ તેમણાં ફિરદાર પર ખરા ઉતર્યા છે.