1.શકુંતલા દેવી (Shakuntala devi)
ફિલ્મની રીલીઝ તારીખ – 8 મે 2020
અભિનેત્રી વિદ્યા બાલન હવે ફિલ્મ ‘શકુંતલા દેવી- હ્યુમન કમ્પ્યુટર’માં લીડ રોલમાં જોવા મળશે. ફિલ્મનું ફર્સ્ટ પોસ્ટર રિલીઝ થઈ ગયું છે. શકુંતલા દેવીની દીકરીના રોલમાં ‘દંગલ’ અને ‘બધાઈ હો’ ફેમ સાન્યા મલ્હોત્રા જોવા મળશે. વિદ્યા બાલનના પતિનો રોલ બંગાળી અભિનેતા જીશુ સેનગુપ્તા કોણ પ્લે કરશે.. આ ફિલ્મના ડાઈરેકટર અને રાઈટર અનુ મેનન છે..
2.ગુલાબો સીતાબો(Gulabo sitabo)
ફિલ્મની રીલીઝ તારીખ – 28 ફેબ્રુઆરી 2020
શુજિત સિરકારની ફિલ્મ ‘ગુલાબો સીતાબો’ ચર્ચામાં છે. આ ફિલ્મમાં અમિતાભ બચ્ચનનો લુક ઘણો અલગ છે અને તે ચાહકોમાં પણ ઘણો વાયરલ થઈ રહ્યો છે. વળી, ફિલ્મમાં બોલિવૂડની નવી હિટ મશીન આયુષ્માન ખુરાના પણ મહત્વની ભૂમિકામાં છે. ઉલ્લેખનીય છે કે, આ ફિલ્મના પ્લોટ વિશે ચોક્કસ માહિતી બહાર આવી નથી.
3.ધ ગર્લ ઓન ધ ટ્રેન(The girl on the train)
ફિલ્મની રીલીઝ તારીખ – 8 મે 2020
ધ ગર્લ ઓન ધ ટ્રેન ફિલ્મમાં પરિણીતી ચોપરા લીડ રોલમાં નજર આવશે. આ ફિલ્મમાં અભિનેત્રી કૃતિ કુલ્હારી પણ છે જે એક બ્રિટિશ પોલીસ અધિકારીના રોલમાં છે. આ ફિલ્મનો ફર્સ્ટ લૂક જાહેર થયો છે. આ ફિલ્મ અગાઉ આ નામથી જ બનેલી ફિલ્મની હિન્દી રિમેક છે. જેને નિર્દેશક રિભૂ દાસગુપ્તાએ નિર્દેશિત કરી છે અને આ ફિલ્મમાં અભિનેત્રી અદિતિ રાવ હૈદરી પણ છે.
4.ભૂત પાર્ટ 1(Bhoot Part One: The Haunted Ship)
ફિલ્મની રીલીઝ તારીખ – 21 ફેબ્રુઆરી 2020
૨૦૨૦ની ૨૧ ફેબ્રુઆરીએ રિલીઝ થનારી આ ફિલ્મમાં વિકી કૌશલ લીડ રોલમાં છે. ભાનુ પ્રતાપ સિંહે આ ફિલ્મને ડિરેક્ટ કરી છે. ફિલ્મની સ્ટોરી મુંબઈમાં ઘટેલી સત્ય ઘટના પર આધારિત છે. સ્ટોરીમાં જોવા મળશે કે એક બીચ પર ઉભેલી એક નિર્જન શીપ પર કપલ પહોંચે છે. ત્યાર બાદ તેમની સાથે કેવા કેવા પ્રકારની ઘટનાઓ ઘટે છે એ દેખાડવામાં આવશે.
5.જર્સી (Jersey)
ફિલ્મની રીલીઝ તારીખ – 28 ઓગસ્ટ 2020
આ ફિલ્મ તેલુગુ ફિલ્મ ‘જર્સી’ની હિન્દી રિમેક છે. ક્રિકેટ પર આધારિત આ ફિલ્મમાં ‘સુપર 30’ અને ‘બાટલા હાઉસ’ ફિલ્મમાં કામ કરી ચૂકેલ મૃણાલ ઠાકુર લીડ રોલમાં છે. ઉપરાંત ફિલ્મમાં શાહિદના પિતા પંકજ કપુર પણ સામેલ છે. આહિન્દી રિમેકને ઓરિજિનલ ફિલ્મના ડિરેક્ટર ગૌતમ તિન્નાનુરી જ ડિરેક્ટ કરવાના છે. આ ફિલ્મને અલ્લુ અરવિંદ, અમન ગિલ, દિલ રાજુ પ્રોડ્યૂસ કરવાના છે. આ ફિલ્મમાં મેઈન લીડ રોલમાં શાહિદ કપૂર જોવા મળશે.
6.થપ્પડ (Thappad)
ફિલ્મની રીલીઝ તારીખ- 28 ફેબ્રુઆરી 2020
અનુભવ સિંહા સાથે તેમની ફિલ્મ ‘મુલ્ક’ બાદ, તાપસી પન્નુ ‘થપ્પડ’ ફિલ્મ માં કામ કરી રહી છે. આ ફિલ્મ મહિલાઓ પર આધારિત ફિલ્મ છે.. આ ફિલ્મમા તાપસી એક દમદાર રોલમાં જોવા મળશે. આ ફિલ્મના નિર્માતા ભૂષણ કુમાર છે અને નિર્દેશક અનુભવ સિંહા છે.
7.લવ આજ કાલ 2 ( Love aaj kal 2 )
ફિલ્મની રીલીઝ તારીખ- 14 ફેબ્રુઆરી 2020
લવ આજ કાલ 2 ફિલ્મમાં કાર્તિક આર્યન અને સારા અલી ખાન લીડ રોલમાં જોવા મળશે.. ફિલ્મના ડાયરેક્ટર ઇમ્તિયાઝ અલી છે.. આ ફિલ્મની લોકો ખુબ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.. આ ફિલ્મમાં પહેલી વાર કાર્તિક આર્યન અને સારા અલી ખાન સાથે જોવા મળશે..
8.મૈદાન ( Maidaan )
ફિલ્મની રીલીઝ તારીખ- 27 નવેમ્બર 2020
ફિલ્મ મૈદાનમાં અજય દેવગણ લીડ રોલમાં જોવા મળશે.. ફૂટબોલ પ્લેયરની લાઇફ પર આધારિત પીરિયડ ડ્રામા ‘મૈદાન (Maidaan)’ લાંબા સમયથી ચર્ચામાં હતી. હવે ફાઈનલી 2020 માં આ ફિલ્મ રીલીઝ થશે.. અજય દેવગણની પ્રથમ સ્પોર્ટ્સ ડ્રામા ફિલ્મ છે. આ ફિલ્મના ડાઈરેકટર અમિત શર્મા છે..
9.બાઘી 3 (Baaghi 3)
ફિલ્મની રીલીઝ તારીખ- 6 માર્ચ 2020
ફિલ્મમાં ટાઇગર શ્રોફ અને શ્રદ્ધા કપૂર લીડ રોલમાં છે. હવે આ ફિલ્મમાં રિતેશ દેશમુખની પણ એન્ટ્રી થઇ ગઈ છે. રિતેશ દેશમુખ (Riteish Deshmukh) ફિલ્મમાં ટાઇગર શ્રોફ (Tiger Shroff) ના મોટા ભાઈના રોલમાં જોવા મળશે અને તે ફિલ્મનો વિલન પણ છે. બાગી 3 એક્શન ફિલ્મને કોરિયોગ્રાફરમાંથી ડિરેક્ટર બનેલા અહમદ ખાન ડિરેક્ટ કરવાના છે. આ ફિલ્મના પ્રોડ્યૂસર સાજીદ નડિયાદવાલા છે..
10.ધ વ્હાઈટ ટાઈગર (The white tiger)
ફિલ્મની રીલીઝ – ઓક્ટોબર
પ્રિયંકા તથા રાજકુમાર રાવ આ ફિલ્મમાં પહેલી વાર સાથે કામ કરશે. આ ફિલ્મ અરવિંદ અદીગાની બેસ્ટ સેલર નોવેલ ‘ધ વ્હાઈટ ટાઈગર’ પર આધારિત છે. આ ફિલ્મને રમીન બહરાની ડિરેક્ટ કરશે અને આ ફિલ્મના પ્રોડ્યૂસર પ્રિયંકા ચોપરા તથા મુકુલ દેઓરા છે.ધ વ્હાઈટ ટાઈગર આ વર્ષે ઓક્ટોબરમાં ફ્લોર પર જશે.
11.83
ફિલ્મની રીલીઝ તારીખ- 10 એપ્રિલ 2020
આ ફિલ્મ 1983માં પ્રથમ વન-ડે વર્લ્ડ કપ જીતનારી ભારતીય ક્રિકેટ ટીમ પર બનાવવામાં આવી છે. જેમાં રણવીર લિજેન્ડરી સુકાની કપિલ દેવની ભૂમિકામાં છે. આ ફિલ્મમાં સુનીલ ગાવસ્કરના રૂપમાં તાહિર રાજ ભસીન, મોહિન્દર અમરનાથના રૂપમાં સાકિબ સલીમ, સંદીપ પાટિલના રૂપમાં ચિરાગ પાટીલ, જ્યારે દીપિકા પાદુકોણ ફિલ્મમાં રોમી એટલે કપિલ દેવની પત્નીની ભૂમિકામાં જોવા મળશે. દેશની ‘સૌથી મોટી સ્પોર્ટસ ફિલ્મ’ ના રૂપમાં ચિહ્નિત ફિલ્મ ’83’ ને 10એપ્રિલ 2020 માં હિન્દી, તમિલ અને તેલૂગૂમાં રીલીઝ કરવામાં આવશે.
12.મુંબઈ સાગા (Mumbai saga)
ફિલ્મની રીલીઝ તારીખ- 19 જૂન 2020
મલ્ટિસ્ટારર ગેંગસ્ટર ફિલ્મ ‘મુંબઈ સાગા’માં કાજલ અગ્રવાલ જ્હોન અબ્રાહમની ઓપોઝિટ જોવા મળશે..ફિલ્મમાં જોન અબ્રાહમ તથા ઈમરાન હાશ્મી બંને ગેંગસ્ટરના રોલમાં જોવા મળશે. આ ફિલ્મ 1980-90ના દાયકા પર આધારિત છે.ફિલ્મ મુંબઈ સાગામાં જોન અબ્રાહમ, ઈમરાન હાશ્મી, પ્રતીક બબ્બર, અમોલ ગુપ્તે, ગુલશન ગ્રોવર, રોહિત રોય પણ જોવા મળશે. મુંબઈ સાગા ફિલ્મ ગેંગસ્ટર ડ્રામા બેઝ્ડ છે અને ફિલ્મનું ડિરેક્શન સંજય ગુપ્તા દ્વારા કરવામાં આવી રહ્યું છે.
13.તુફાન (Toofan)
ફિલ્મની રીલીઝ તારીખ- 2 ઓક્ટોબર 2020
અભિનેતા – ફિલ્મ નિર્માતા ફરહાન અખ્તર ફિલ્મ ‘ તુફાન ‘ માં બોક્સરની ભૂમિકા ભજવશે . બૉલીવુડના ફિલ્મ નિર્માતા રાકેશ ઓમપ્રકાશ મહેરા આજકાલ એક સ્પોર્ટ – ડ્રામા ફિલ્મ ‘ તુફાન ‘ બનાવશે . ફિલ્મમાં ફરહાન અખ્તર બોક્સર રોલમાં જોવા મળશે..
14.કૂલી નં .1 (Coolie no.1)
ફિલ્મની રીલીઝ તારીખ- 1 મે 2020
ફિલ્મ કૂલી નં .1 માં વરુણ ધવન અને સારા અલી ખાન મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.. આ ફિલ્મના ડાઈરેકટર ડેવિડ ધવન છે..આ ફિલ્મ ગોવિંદા અને કરિશ્મા કપૂરની કૉમેડી સુપર હીટ ફિલ્મ ફૂલી નં .1 ની રીમેક છે..
15.મલંગ (Malang)
ફિલ્મની રીલીઝ તારીખ- 7 ફેબ્રુઆરી 2020
મલંગ ફિલ્મના ડીરેક્ટર મોહિત સુરી છે.. આ ફિલ્મમાં ઘણા દિગ્ગજ કલાકરો જોવા મળશે. ફિલ્મની સ્ટારકાસ્ટની વાત કરીએ તો અનિલ કપૂર, આદિત્ય રોય કપૂર, દિશા પટની તેમજ કૃણાલ ખેમુ લીડ રોલમાં જોવા મળશે. ફિલ્મને લવ રંજન અને ભૂષણ કુમાર દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવી છે. આ ફિલ્મ ૭ ફેબ્રુઆરીના રોજ રીલીઝ થશે.
16.સડક 2 (Sadak 2)
ફિલ્મની રીલીઝ તારીખ- 10 જુલાઈ 2020
સડક 2 ફિલ્મ સડકની સિકવલ છે.. હેશ ભટ્ટના ડાયરેક્શનમાં બનેલી આ ફિલ્મમાં આલિયા ભટ્ટ, આદિત્ય રૉય કપૂર, સંજય દત્ત અને પૂજા ભટ્ટ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. ફિલ્મને મહેશ ભટ્ટ ડાયરેક્ટ કરશે જ્યારે મુકેશ ભટ્ટ તેને પ્રોડ્યૂસર રહેશે. આલિયા પહેલી વાર પિતા મહેશ ભટ્ટના નિર્દેશનમાં બનનારી કોઈ ફિલ્મમાં કામ કરી રહી છે.
17.છલાંગ (Chhalaang)
ફિલ્મની રીલીઝ તારીખ- 13 માર્ચ 2020
રાજકુમાર રાવ અને નુશરત ભરૂચા 8 વર્ષ પછી સ્ક્રીન પર સાથે દેખાશે. તેમની અપકમિંગ ફિલ્મ ‘તુર્રમ ખાન’નું ટાઇટલ બદલીને છલાંગ રાખવામાં આવ્યું છે. આ ફિલ્મ આવતા વર્ષે 31 જાન્યુઆરીના રોજ રિલીઝ થશે.‘સિમરન’, ‘સિટીલાઇટ્સ’ ફેમ ડિરેક્ટર હંસલ મહેતા આ ફિલ્મના ડિરેક્ટર છે.રાજકુમાર રાવ અને નુશરત ભરૂચાએ અગાઉ ‘લવ, સેક્સ ઔર ધોખા’ ફિલ્મમાં સાથે કામ કર્યું હતું. ‘છલાંગ’ ફિલ્મમાં ઉત્તર પ્રદેશના નાનકડાં ગામની સોશિયલ કોમેડી છે. આ ફિલ્મને અજય દેવગણ, લવ રંજન અને અંકુર ગર્ગે પ્રોડ્યૂસ કરી છે.
18.અંગ્રેજી મીડીયમ (Angrezi medium)
ફિલ્મની રીલીઝ તારીખ – 20 માર્ચ 2020
ફિલ્મ ‘અંગ્રેજી મીડીયમ’માં કરીના કપૂર ખાન અને ઇરફાન ખાન મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.. આ ફિલ્મને હોમી અદજાણીયા ડિરેક્ટ કરી રહ્યા છે અને આ મૂવી 2017માં આવેલી ફિલ્મ ‘હિન્દી મીડિયમ’ની સિક્વલ છે. આ ફિલ્મમાં રાધિકા મદાનને પણ લીડ કેરેક્ટરમાં લેવામાં આવી છે
19.ચેહરે (Chehre)
ફિલ્મની રીલીઝ તારીખ – 24 એપ્રિલ 2020
બોલીવુડના દિગ્ગજ અભિનેતા અમિતાભ બચ્ચન અને ઇમરાન હાશમી ટૂંક સમયમાં રૂમી જાફરી નિર્દેશિતની સાઇકોલોજિકલ થ્રિલર ફિલ્મ ‘ચેહરે’માં એકસાથે જોવા મળશે. આ ફિલ્મના નિર્માતા આનંદ પંડિત છે. આ ફિલ્મનું નિર્માણ મોશન પિક્ચર્સ અને સરસ્વતી એન્ટરટેનમેન્ટ દ્વારા કરવામાં આવી રહ્યું છે. આ ફિલ્મ આગામી વર્ષે 21 ફેબ્રુઆરીના રોજ રિલીઝ થવાની હતી, પરંતુ હવે આ ફિલ્મ આગામી વર્ષે 24 એપ્રિલના રોજ રિલીઝ થવાની છે.
20.ધાકડ (Dhakkad )
ફિલ્મની રીલીઝ – દિવાળી
કંગનાની આ એક્શન ફિલ્મ આવતા વર્ષે દિવાળી પર રિલીઝ થશે. આ ફિલ્મ રજનીશ રાજી ઘાઈના ડિરેક્શનમાં બની રહી છે, જ્યારે સોહેલ મખલઈ ફિલ્મને પ્રોડ્યૂસ કરી રહ્યાં છે.ફિલ્મમાં એક્શન કોરિયોગ્રાફી માટે હોલિવૂડ એક્શન ડિરેક્ટરને બોલાવવામાં આવશે. ફિલ્મમાં બહુ બધા થ્રિલિંગ એક્શન સીક્વન્સ હશે. ફિલ્મનું શૂટિંગ ભારત ઉપરાંત સાઉથ ઈસ્ટ એશિયા, મિડિલ ઈસ્ટ તથા યુરોપમાં કરવામાં આવશે.
21.શુભ મંગલ ઝ્યાદા સાવધાન (Shubh mangal zyada saavdhan)
ફિલ્મની રીલીઝ તારીખ – 21 ફેબ્રુઆરી 2020
આ ફિલ્મમાં નીના ગુપ્તા, ગજરાજ રાવ, માનવી ગાગરૂ, પંખુરી અવસ્થી, નીરજ સિંહ વગેરે જેવા કલાકારો જોવા મળશે. છેલ્લે ‘બધાઈ હો’માં જોવા મળેલી આયુષમાન, નીના ગુપ્તા અને ગજરાજ રાવની ત્રિપુટી આ વખતે પણ ધમાલ મચાવશે.. ‘શુભ મંગલ ઝ્યાદા સાવધાન’માં સમલૈંગિક સંબધોની વાત રજૂ કરવામાં આવશે. આ ફિલ્મને આનંદ એલ રાય, હિમાંશુ શર્મા, ભૂષણ કુમાર, કૃષ્ણ કુમાર કો-પ્રોડ્યુસ કરી રહ્યા છે તો હિતેશ કેવલ્ય ફિલ્મના ડિરેક્ટર છે.
22.બ્રહ્માસ્ત્ર (Brahmastra)
ફિલ્મની રીલીઝ – મે 2020
આ ફિલ્મમાં અમિતાભ બચ્ચન, આલિયા ભટ્ટ અને રણબીર કપૂર મુખ્ય ભૂમિકામાં જોવા મળશે..બ્રહ્માસ્ત્ર’ ફિલ્મ ટ્રાયોલોજી આધારિત છે જે ઇતિહાસ અને વર્તમાનને જોડતી એક કળી છે. આ ફિલ્મની કહાની પર ડાયરેકટર અને લેખક અયાન મુખર્જી એ ૬ વર્ષથી વધુ સમય લગાડ્યો છે.આ ફિલ્મમાં અમિતાભ બચ્ચન, આલિયા ભટ્ટ અને રણબીર કપૂરની સાથે તમિલ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના મેગા સ્ટાર નાગાર્જુન પણ જોવા મળશે.
23.જયેશભાઇ જોરદાર (Jayeshbhai jordaar)
ફિલ્મની રીલીઝ – 2020
જયેશભાઇ જોરદાર ફિલ્મમાં મુખ્ય ભૂમિકામાં રણવીર સિંહ જોવા મળશે ..જયેશભાઇ જોરદાર ફિલ્મનું નિર્માણ યશ રાજ ફિલ્મ્સ દ્વારા કરવામાં આવી રહ્યું છે. સાથે જ આ ફિલ્મનું લેખન દિવ્યાંગ ઠક્કરે કર્યુ છે, જે આ ફિલ્મથી ડાયરેક્શન ડેબ્યૂ કરી રહ્યાં છે.
24.ઉધમ સિંઘ બાયોપિક (Udham singh biopic)
ફિલ્મની રીલીઝ – 2 ઓક્ટોબર 2020
આ ફિલ્મ હોલિવૂડ ફિલ્મ ‘રેમ્બો’ની રીમેક છે. જેમાં વીકી કૌશલ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે..આઝાદીના જાણીતા લડવૈયા ઉધમ સિંઘની આ બાયોપિક આવતા વર્ષે બીજી ઓક્ટોબરે રિલીઝ થશે. શૂજિત સરકાર આ ફિલ્મને ડિરેક્ટ કરશે..
25.લક્ષ્મી બોમ્બ (Laxmmi bomb)
ફિલ્મની રીલીઝ તારીખ – 5 જૂન 2020
અક્ષય કુમાર હોરર કોમેડી ફિલ્મ ‘લક્ષ્મી બોમ્બ’માં મુખ્ય ભૂમિકામાં જોવા મળશે..આ ફિલ્મમાં અક્ષય લક્ષ્મી નામનાં ટ્રાન્સજેન્ડર ભૂતના રોલમાં છે. આ ફિલ્મ હિટ તમિળ હોરર કોમેડી ફિલ્મ ‘કંચના 2’ની હિન્દી રિમેક છે. ફિલ્મમાં અક્ષય કુમારની સાથે કિઆરા અડવાણી લીડ રોલમાં છે.ઓરિજિનલ ફિલ્મના ડિરેક્ટર રાઘવ લૉરેન્સ જ હિન્દી રિમેક ડિરેક્ટ કરવાના છે.
26.લાલ સિંહ ચડ્ડા (Laal singh chaddha)
ફિલ્મની રીલીઝ – 2020
લાલ સિંહ ચડ્ડા એકમાત્ર ફિલ્મ છે જેના માટે અભિનેત્રી કરીના કપૂરે ઓડિશન આપ્યું હતું.. આ ફિલ્મમાં લાલ સિંહ ચડ્ડા મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.. લાલ સિંહ ચડ્ડા’ ૧૯૯૪માં આવેલી ટામ હેંક્સની ફિલ્મ ‘ફોરેસ્ટ ગંપ’ની અધિકૃત રિમેક છે. જેનું નિર્દેશન અદ્રૈત ચંદને કરી રહ્યા છે.
27.રાધે યોર મોસ્ટ વોન્ટેડ ભાઈ (Radhe Your most wanted bhai)
ફિલ્મની રીલીઝ તારીખ – 22 મે 2020
બોલીવૂડ સુપરસ્ટાર સલમાન ખાને કોરિયોગ્રાફરમાંથી દિગ્દર્શક બનેલા પ્રભુદેવા સાથે ત્રીજી વાર હાથ મિલાવ્યા છે અને બનાવી છે એક વધુ પોલીસ ઓફિસરના રોલવાળી ફિલ્મ, જેનું નામ છે – ‘રાધેઃ યોર મોસ્ટ વોન્ટેડ ભાઈ’.સલમાન રાધેઃ યોર મોસ્ટ વોન્ટેડ ભાઈ’ ફિલ્મમાં રાધે નામના જાંબાઝ પોલીસ અધિકારીનો રોલ કરશે અને હિરોઈન દિશા પટની પણ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે
28.ભુલ ભુલૈયા 2 (Bhul bhulaiya 2)
ફિલ્મની રીલીઝ તારીખ – 31 જુલાઈ 2020
‘ભુલ ભુલૈયા 2’ માં અભિનેતા કાર્તિક આર્યન અને અભિનેત્રી કિયારા અડવાણી પહેલીવાર સાથે જોવા મળશે. આ ફિલ્મમાં અભિનેત્રી તબ્બુ પણ જોવા મળશે..ફિલ્મ ભુલ ભુલૈયા 2 ને ભુષણ કુમાર, મુરાદ ખેતાની અને કૃષ્ણા કુમાર પ્રોડ્યુસ કરી રહ્યાં છે.
29.સૂર્યવંશી (Sooryavanshi)
ફિલ્મની રીલીઝ તારીખ – 27 માર્ચ 2020
રોહિત શેટ્ટીની પોલીસકર્મીઓના જીવન ઉપર વધુ એક ફિલ્મ આવી રહી છે. સૂર્યવંશી નામની આ ફિલ્મ સિંઘમ અને સિમ્બા પછીની આ ત્રીજી ફિલ્મ હશે જેમાં પોલીસ કેન્દ્ર સ્થાને છે. સૂર્યવંશીમાં પોલીસ બ્રિગેડમાં વધુ એક પોલીસ અધિકારી એટલે કે હીરોનો ઉમેરો થયો છે અને તે છે અક્ષય કુમાર. આ ફિલ્મમાં અજય દેવગણ, રણવીર સિંહ અને અક્ષય કુમાર સાથે જોવા મળશે..
30.ગુંજન સક્સેના (Gunjan saxena)
ફિલ્મની રીલીઝ તારીખ – 13 માર્ચ 2020
ધર્મા પ્રોડક્શન બેનર હેઠળ બની રહેલ ફિલ્મ કારગિલ ગર્લ ગુંજન સક્સેનામાં ગુંજન સક્સેનાનું પાત્ર જાહન્વી કપૂર ભજવી રહી છે.કારગિલના યુદ્ધમાં ગુંજને યુદ્ધ ક્ષેત્રમાં નિડર બનીને ચીતા હેલિકોપ્ટર ઉડાવ્યું હતુ.. ફિલ્મ 13 માર્ચ, 2020ના દિવસે રિલીઝ થશે.
31.તાન્હાજી (Tanhaji)
ફિલ્મની રીલીઝ તારીખ – 10 જાન્યુઆરી 2020
ટી-સિરીઝ બેનર, અજય દેવગણ ફિલ્મ્સ તથા નિર્માતા ભુષણ કુમાર, અજય દેવગણ અને કૃષ્ણ કુમાર તથા નિર્દેશક ઓમ રાઉતની ફિલ્મ ‘તાન્હાજી-ધ અનસંગ વોરિયર’માં સંગીત અજય-અતુલ, સચેત-પરંપરાનું છે. ફિલ્મમાં અજય દેવગણ, કાજોલ દેવગણ, સૈફ અલી ખાન, શરદ કેલકર, પંકજ ત્રિપાઠી, જગપતિ બાબુ, દેવદત્ત નાગે, અજિન્કય દેવ, હાર્દિક સાંગાણી, નિસાર ખાનની મુખ્ય ભુમિકા છે.
32.છપાક (Chhapaak)
ફિલ્મની રીલીઝ તારીખ – 10 જાન્યુઆરી 2020
દીપિકા પાદુકોણ અને વિક્રાંત મેસી સ્ટારર ફિલ્મ ‘છપાક’ને મેઘના ગુલઝારે ડિરેક્ટ કરી છે. છપાક ફિલ્મની કહાણી ઍસિડ હુમલાનો ભોગ બનનાર લક્ષ્મી અગ્રવાલના જીવન પર આધારિત છે. પ્રોડ્યુસર અને અભિનેત્રી તરીકે એસિડથી બળેલા ચહેરા સાથે રજૂ થવું કોઈ હિરોઈન માટે સાહસિક પગલું છે. પરંતુ દીપિકાએ માલતીની ભૂમિકાને જીવંત કરી છે.
33.પંગા (Panga)
ફિલ્મની રીલીઝ તારીખ – 24 જાન્યુઆરી 2020
કોન્ટ્રોવર્સ ક્વિન કંગના રનૌત નવા વર્ષે સ્પોર્ટ્સ પર આધારીત ડ્રામા ફિલ્મ ‘પંગા’ લઇને આવી રહી છે. આ ફિલ્મ કબડ્ડીની રમત પર આધારીત છે. જેમાં કંગનાની સાથે નીના ગુપ્તા, રિચા ચઢ્ઢા, પંકજ ત્રિપાઠી અને જેસી ગિલ કલાકારો છે. ‘પંગા’ ફિલ્મ 24 જાન્યુઆરી 2020ના રોજ રિલીઝ થઇ રહી છે. આ ફિલ્મમાં કંગનાએ જયા નિગમનો રોલ પ્લે કર્યો છે.
34.સ્ટ્રીટ ડાન્સર 3D (Street Dancer 3D)
ફિલ્મની રીલીઝ તારીખ – 24 જાન્યુઆરી 2020
રેમો ડીસુઝા દ્વારા નિર્દેશિત આ ફિલ્મમાં નોરા ફ્તેહી અને પ્રભુદેવા પણ મહત્વના રોલમાં છે. ડાન્સ અને ડ્રામાથી ભરપૂર આ ફિલ્મમાં વરુણ ધવન ભારતથી છે જ્યારે પ્રભુદેવા અને શ્રદ્ધા કપૂર પાકિસ્તાનથી છે. બંને પોતાના દેશ માટે લડતા જોવા મળશે.
35.રૂહ અફઝા ( Rooh Afza)
ફિલ્મની રીલીઝ તારીખ – 20 માર્ચ 2020
જાન્હવી કપૂર અને રાજકુમાર રાવ આ ફિલ્મમાં મુખ્ય ભૂમિકામાં જોવા મળશે..આ ફિલ્મથી જાન્હવી કપૂર અને રાજકુમાર રાવ પહેલીવાર સ્ક્રીન શેર કરવાના છે. આ ફિલ્મને ‘સ્ત્રી’ ફિલ્મના પ્રોડ્યૂસર દિનેશ વિજને પ્રોડ્યૂસ કરી છે.આ ફિલ્મમાં જાન્હવી અને રાજકુમારની સાથે ‘ફુકરે’ ફેમ વરુણ શર્મા પણ લીડ રોલમાં છે. ફિલ્મને ગુજરાતી ડિરેક્ટર, સ્ક્રીન રાઇટર હાર્દિક મહેતાએ ડિરેક્ટ કરી છે.
36.થલાઈવી (Thalaivi)
ફિલ્મની રીલીઝ તારીખ – 20 ફેબ્રુઆરી 2020
તમિળનાડુના પૂર્વ મુખ્યમંત્રી જયલલિતાના જીવન પરથી ‘થલાઈવી’ બાયોપિક ફિલ્મ બનાવવામાં આવી રહી છે. આ ફિલ્મમાં કંગના રનૌત લીડ રોલમાં જોવા મળશે. ઉલ્લેખનીય છે કે આ ફિલ્મ હિંદી, તમિળ તથા તેલુગુમાં આવતા વર્ષે 26 જૂને રિલીઝ થશે.
37.સત્યમેવ જયતે 2 (Satyameva Jayate 2 )
ફિલ્મની રીલીઝ તારીખ – 2 ઓક્ટોબર 2020
બોલીવુડના દિગ્ગજ અભિનેતા જોન અબ્રાહમની હિટ ફિલ્મ સત્યમેવ જયતેની સિક્વલ આગામી વર્ષે ગાંધી જયંતિ એટલે કે 2 ઓક્ટોબરના રોજ રિલીઝ થશે.આ ફિલ્મમાં દિવ્યા ખોસલા કુમાર પણ લીડ રોલમાં છે. જેને દર્શાવતાં પોસ્ટરમાં તે ત્રિરંગા આઉટફિટમાં જોવા મળે છેઆ ફિલ્મ આવતા વર્ષે બીજી ઓક્ટોબરે રિલીઝ થશે.
38.લુડો (Ludo)
ફિલ્મની રીલીઝ તારીખ – 24 એપ્રિલ 2020
મલ્ટી સ્ટારર ફિલ્મમાં રાજકુમાર રાવ, આદિત્ય રોય કપૂર, અભિષેક બચ્ચન, ફાતિમા સના શેખ, સાન્યા મલ્હોત્રા, પંકજ ત્રિપાઠી અને રોહિત સરફ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મના ડાઈરેકટર અનુરાગ બાસુ છે.
39.દિલ બેચારા (Dil Bechara)
ફિલ્મની રીલીઝ તારીખ – 8 મે 2020
સુશાંત સિંહ રાજપૂતની આગામી ફિલ્મ ‘દિલ બેચારા’ આવતા વર્ષે ૮ મેના રિલીઝ થવાની છે. આ ફિલ્મ મુકેશ છાબરા ડિરેક્ટ કરી રહ્યા છે અને તે હોલિવુડ ફિલ્મ ‘ધ ફોલ્ટ ઇન અવર સ્ટાર્સ’ની રિમેક છે. આ ફિલ્મમાં ૧૬ વર્ષની કેન્સર પીડિત છોકરીની વાત છે જેના માતા-પિતા તેને સપોર્ટ ગ્રુપમાં જવા દબાણ કરે છે અને તે ગ્રુપમાં તે અન્ય એક કેન્સરના દર્દીને મળે છે અને છોકરીને તેનાથી પ્રેમ થઈ જાય છે. આ ફિલ્મ સંજના સાંઘીની ડેબ્યુ ફિલ્મ છે.
40.ગંગુબાઈ કાઠિયાવાડી (Gangubai Kathiawadi)
ફિલ્મની રીલીઝ તારીખ – 11 સપ્ટેમ્બર 2020
આલિયા ભટ્ટ ડિરેક્ટર સંજય લીલા ભણશાલીની ફિલ્મ ‘ગંગુબાઈ કાઠિયાવાડી’માં કામ કરી રહી છે. આ ફિલ્મ વર્ષ 2020માં 11 સપ્ટેમ્બરે રિલીઝ થશે. પહેલાં ચર્ચા હતી કે આ ફિલ્મમાં દીપિકા પાદુકોણ કેમિયો કરવાની છે. હવે એમ કહેવાઈ રહ્યું છે કે રણબીર કપૂર પણ આ ફિલ્મમાં જોવા મળશે.લેખક હુસૈન ઝૈદીના પુસ્તક ‘માફિયા ક્વીન્સ ઓફ મુંબઈ’માં ગંગુબાઈનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. ગંગુબાઈ સાઈઠના દાયકામાં કમાઠીપુરમાં કોઠો ચલાવતી હતી. કાઠિયાવાડી મધ્યમવર્ગીય પરિવારમાંથી આવતી ગંગુબાઈને તેના પતિએ વેચી નાખી હતી.