રણબીર કપૂર અને આલિયા ભટ્ટની મચ અવેટેડ ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’નું ટ્રેલર લોન્ચ થઇ ગયું છે. ફિલ્મનું ટ્રેલર ઘણું જ દમદાર જોવા મળી રહ્યું છે. જેમાં રણબીર કપૂર શિવાનો રોલ ભજવી રહ્યો છે. જે પહેલા એક સામાન્ય વ્યક્તિ છે પણ એક ખાસ ખાસિયત તેને દુનિયાનો રક્ષક બનાવે છે. નિર્દેશક અયાન મુખર્જીએ બુધવારે રણબીર કપૂર, અમિતાભ બચ્ચન, આલિયા ભટ્ટ, નાગાર્જુન અને મોની રોય અભિનિત પોતાની બહુપ્રતીક્ષિત ફિલ્મનું ટ્રેલર લોન્ચ કર્યું છે. ફિલ્મમાં વિઝુઅલ ઇફેક્ટ્સ પ્રભાવશાળી છે. આ ફિલ્મ એક્શન, રોમાન્સ અને ડ્રામાથી ભરપૂર છે.
ફિલ્મની કહાની શિવા પર બેસ્ડ છે, જેનો રોલ રણબીર કપૂર ભજવી રહ્યો છે. શિવા ઇશાને પ્રેમ કરે છે. ઇશાનો રોલ આલિયા ભટ્ટે નિભાવ્યો છે. શિવા પાસે એક શક્તિ છે. આ શક્તિના કારણે તે આગથી સળગતો નથી. આ અહેસાસ તેને એક નદીના ઘાટ પર થાય છે. તે પછી તેને ખબર પડે છે કે તેનો બ્રહ્માસ્ત્ર સાથે એક રહસ્યમય સંબંધ છે અને તેની અંદર એક મહાન શક્તિ છે. જેને તે અત્યાર સુધી સમજી શક્યો ન હતો. આ શક્તિ અગ્નિની શક્તિ છે આ પછી તે અસ્ત્રોની દુનિયામાં સામેલ થઇ જાય છે અને બદલામાં બ્રહ્માંડના દિવ્ય નામકના રૂપમાં પોતાના ભાગ્યની શોધ કરે છે. અમિતાભ બચ્ચન અને નાગાર્જુન શિવાની રક્ષા અને સપોર્ટ કરતા જોવા મળે છે. મોની રોય વિલનના રૂપમાં છે. તે બ્રહ્માસ્ત્ર મેળવવા માંગે છે. આ પાટે શિવા પાછળ પોતાની સેના મોકલે છે.
અમિતાભ બચ્ચનનો રોલ શિવાને જણાવે છે કે તે અસ્ત્રોની દુનિયામાં કેવી રીતે જોડાયો છે અને પછી શિવા કેવી રીતે અગ્નિ શક્તિ રુપમાં બ્રહ્માસ્ત્ર ગ્રહણ કરે છે. ટ્રેલરને લઇને પ્રશંસકો એક્સાઇટમેન્ટ સાથે રિએક્શન આપી રહ્યા છે. પ્રશંસકો ફિલ્મના વીએફએક્સ ઇફેક્ટની પ્રશંસા કરી રહ્યા છે. એક પ્રશંસકે લખ્યું કે વીએફએક્સ શાનદાર છે કોઇપણ ભારતીય ફિલ્મમાં આ પ્રકારના વીએફએક્સને ક્યારેય જોયા નથી.