બોલિવૂડની સૌથી ફીટ એક્ટ્રેસ માંથી એક જે તેની ફિટનેસ માટે હમેંશા જાણીતી છે,એ છે શિલ્પા શેટ્ટી..બોલિવૂડ એક્ટ્રેસ શિલ્પા શેટ્ટી કુંદ્રાના ઘરે લક્ષ્મી આવી છે.જેને લઇને તે તે ઘણી ખૂશ છે.વાત એમ છે કે બોલિવૂડ એક્ટ્રેસ શિલ્પા શેટ્ટી કુંદ્રા બીજીવાર માતા બની છે. સરોગસીની મદદથી શિલ્પા શેટ્ટીના ઘરે દીકરીનો જન્મ થયો છે. શિલ્પાએ સોશિયલ મીડિયામાં દીકરીના હાથની તસવીર શૅર કરીને આ વાતની માહિતી આપી છે.
શિલ્પા શેટ્ટી કુંદ્રાએ દીકરીની તસવીર શૅર કરીને શિલ્પા શેટ્ટીએ કહ્યું હતું, ઓમ ગણેશાય નમઃ અમારી પ્રાર્થનાઓનો જવાબ મળી ગયો. અમને એ જણાવતા આનંદ થાય છે કે લિટિલ એન્જલે અમારા ઘરે પગલાં પાડ્યાં છે. સમીશા શેટ્ટી કુંદ્રા. સમીશાનો જન્મ 15 ફેબ્રુઆરી, 2020ના રોજ જન્મ થયો હતો. ઘરમાં જુનિયર SSK આવી ગઈ.
વાત કરીએ શિલ્પા શેટ્ટીનીતો શિલ્પાએ વર્ષ 2009માં 22 નવેમ્બરના રોજ બિઝનેસમેન રાજ કુંદ્રા લગ્ન કર્યાં હતાં. સાથે લગ્નના ત્રણ વર્ષ બાદ એટલે કે વર્ષ 2012માં શિલ્પાએ દીકરા વિયાનને જન્મ આપ્યો હતો. લગ્નના 11 વર્ષ બાદ શિલ્પા બીજીવાર માતા બની છે.
શિલ્પા સોશિયલ મિડિયા પર ખૂબ એક્ટિવ રહે છે, અને હમેંશા સોશિયલ મિડિયા દ્રારા તેના ફેન્સ સાથે જોડાએલી રહે છે.અને હવે 13 વર્ષ બાદ શબ્બીર ખાનની ફિલ્મ ‘નિકમ્મા’થી કમબેક કરી રહી છે. આ ફિલ્મમાં અભિમન્યુ દસાની તથા શર્લી સેટિયા છે. આ ફિલ્મ જૂન મહિનામાં રિલીઝ થશે. આ ઉપરાંત શિલ્પા શેટ્ટી ડિરેક્ટર પ્રિયદર્શનની ફિલ્મ ‘હંગામા’માં પરેશ રાવલ સાથે કામ કરી રહી છે.
બોલિવુડમાં છેલ્લાં કેટલાંક સમયથી બોલિવૂડમાં સરોગસીનો ટ્રેન્ડ ચાલુ થયો છે. બોલિવુડના કિંગ ખાનથી લઇને આમિર ખાન ,તુષાર કપૂર, એકતા કપૂર કે પછી સની લિયોની સરોગસીની મદદથી પેરેન્ટ્સ બન્યા છે.તે સિવાય કરન જોહરે પણ સરોગસીની મદદથી સિંગલ ફાધર બન્યો છે.