થોડા દિવસો પહેલા બોલિવૂડ એક્ટ્રેસ દીપિકા પાદુકોણ તેની આગામી ફિલ્મ ‘પ્રોજેક્ટ કે’ના શૂટિંગ દરમિયાન બીમાર પડી હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, એક્ટ્રેસનું બ્લડ પ્રેશર વધવાને કારણે તે રેગ્યુલર ચેકઅપ માટે હોસ્પિટલમાં ગઈ હતી.આ ઉપરાંત એવી પણ અફવાઓ ઉડવા મંડી હતી કે આ શૂટિંગ પણ રોકી દેવામાં આવ્યું છે જોકે, ‘પ્રોજેક્ટ કે’ના નિર્માતા અશ્વિની દત્તે આ બધી અફવાઓ પર પોતાની પ્રતિક્રિયા આપી છે.
અશ્વિની દત્તે દીપિકા પાદુકોણને પ્રોફેશનલ ગણાવી હતી. તેણે ખુલાસો કર્યો કે દીપિકાનું બ્લડ પ્રેશર વધી જતાં તે હોસ્પિટલમાં ગઈ હતી. તેણે સ્પષ્ટતા કરી કે અભિનેત્રી ઠીક છે અને તેણે ફિલ્મનું શૂટિંગ ફરી શરૂ કર્યું છે. ETimes ના સૂત્રોના જણાવ્યા અનુસાર, દીપિકા પાદુકોણ માત્ર સારવાર માટે હોસ્પિટલમાં ગઈ હતી અને ત્યાં થોડા કલાકો સુધી તેની સારવાર કરવામાં આવી હતી. અભિનેત્રીને દાખલ કરવામાં આવી ન હતી.
એવી પણ અફવા ઉડવા મંડી હતી કે અભિનેત્રીને આરામ આપવા માટે દીપિકા પાદુકોણ અને પ્રભાસે ફિલ્મનું શૂટિંગ કેન્સલ કર્યું હતું. જોકે એવું નથી, પ્રભાસે ફિલ્મનું શૂટિંગ ચાલુ રાખ્યું. ફિલ્મ પર કામ શરૂ કર્યા પછી તરત જ, દિગ્દર્શક નાગ અશ્વિને ટ્વીટ કર્યું, “પ્રોજેક્ટ હજુ પણ શૂટિંગના પ્રારંભિક તબક્કામાં છે, તેથી પ્રમોશન માટે હજી ઘણો સમય છે. પરંતુ પ્રભાસના ફેન્સ આ ફિલ્મને ઘણો પ્રેમ આપી રહ્યા છે.
આ ફિલ્મમાં દીપિકા પાદુકોણ અને પ્રભાસ ઉપરાંત બોલિવૂડના દિગ્ગજ અમિતાભ બચ્ચન અને અભિનેત્રી દિશા પટણી પણ મહત્વની ભૂમિકામાં જોવા મળશે. ફિલ્મમાં દીપિકા અને પ્રભાસની જોડીને ઓનસ્ક્રીન જોવી ખૂબ જ રસપ્રદ રહેશે.