નરગીસ અને સુનીલ દત્ત બોલિવૂડ ઉદ્યોગના દિગ્ગજ કલાકારો હતા. બંને કલાકારોએ બોલિવૂડ ઉદ્યોગની લોકપ્રિય ફિલ્મ ‘મધર ઈન્ડિયા’માં કામ કર્યું હતું. આ ફિલ્મ વર્ષ 1957માં પ્રસારિત થઈ હતી અને તેની ખૂબ પ્રશંસા થઈ હતી. આ ફિલ્મમાં બંનેએ માતા-પુત્રીની ભૂમિકા ભજવી હતી, જોકે આ ફિલ્મ દરમિયાન બંને એકબીજાની ખૂબ નજીક આવ્યા હતા.
‘મધર ઈન્ડિયા’ને મહેબૂબ ખાને ડિરેક્ટ કરી હતી. આ ફિલ્મમાં નરગીસ અને સુનીલ ઉપરાંત બલરાજ સાહની, રાજેન્દ્ર કુમાર, કન્હૈયા લાલ, કુમકુમ વગેરેએ પણ કામ કર્યું હતું. આ ફિલ્મ સમયગાળા દરમિયાન એક અકસ્માત થયો, જેના કારણે સુનીલ અને નરગીસ વચ્ચે નિકટતા વધી હતી.
એક દિવસ ફિલ્મના શૂટિંગ દરમિયાન સેટ પર આગ લાગી હતી અને નરગીસ આગની લપેટમાં આવી ગયા હતા. ફિલ્મની ટીમ અને ક્રૂ સભ્યમાંથી કોઈ પણ નરગીસને બચાવવાની હિંમત કરી શક્યું ન હતું, ત્યારે જ સુનીલે પોતાના જીવની પરવા કર્યા વિના નરગીસને બચાવવા આગમાં કૂદી પડયા અને તેઓએ નરગીસને જીવના જોખમે સુરક્ષિત બચાવી લીધા.
આ અકસ્માતમાં નરગીસને કંઈ થયું નહોતું, પણ સુનીલ દત્ત આગમાં સળગી ગયા હતા અને તેઓ ઘણા દિવસો સુધી હોસ્પિટલમાં દાખલ હતા. નરગીસે પણ હોસ્પિટલમાં સુનીલની સંભાળ લીધી. આવી સ્થિતિમાં બંનેએ એકબીજાને દિલ આપ્યું અને વર્ષ 1958માં બંને કલાકારોએ લગ્ન કરી લીધા.
સુનીલ દત્ત હિંદુ હતા અને નરગીસ મુસ્લિમ હતા, પણ બંનેએ ધર્મની દીવાલો ઓળંગીને લગ્ન કરી લીધા. લગ્ન પછી બંનેને ત્રણ સંતાનો થયા. બે દીકરીઓ પ્રિયા દત્ત અને નમ્રતા દત્ત, જ્યારે એક પુત્ર સંજય દત્ત. સંજય દત્તે પોતાના માતા-પિતાના માર્ગે ચાલીને બોલિવૂડ ઉદ્યોગમાં કામ કર્યું.
સંજય દત્ત પણ પોતાના માતા-પિતાની જેમ ફિલ્મ ઉદ્યોગમાં ખૂબ જ સફળ હતા. સંજય બોલિવૂડ ઉદ્યોગમાં પ્રખ્યાત તારલાનો દરજ્જો ધરાવે છે. જોકે તેમનું નામ ઘણા વિવાદોમાં પણ આવી ચૂક્યું છે.
સંજય દત્તનું નામ 1993માં મુંબઈમાં થયેલા બોમ્બ બ્લાસ્ટમાં આવ્યું હતું. આ કેસમાં તેમને સજા પણ થઈ હતી. જ્યારે તે જેલની સજા ભોગવી રહ્યા હતા, ત્યારે સુનીલ એકવાર તેમને મળવા આવ્યા હતા અને સંજયે તેમના પિતાને કંઈક કહ્યું હતું, જે સાંભળીને સુનીલ દત્ત હચમચી ગયા હતા.
અમે તમને સંજય દત્ત પર લખાયેલ પુસ્તક “સંજય દત્તઃ ધ ક્રેઝી અનટોલ્ડ લવ સ્ટોરી ઓફ બોલિવૂડસ બેડ બોય” વિશે જણાવવા જઈ રહ્યા છીએ. યાસિર ઉસ્માન આ પુસ્તકના લેખક છે. સુનિલને તેમના પુત્ર વિશે પૂરી ખાતરી હતી કે, તે આતંકવાદી પ્રવૃત્તિઓમાં સામેલ નથી, પણ સંજયે તેમના પિતાને જે કહ્યું તે ખૂબ જ આશ્ચર્યજનક હતું.
સંજય દત્તે તેમના પિતા સમક્ષ કબૂલાત કરી હતી કે, તેમની પાસે એક એસોલ્ટ રાઈફલ અને અમુક દારૂગોળો હતો, જે તેમને અનીસ ઈબ્રાહિમે આપ્યો હતો.
આ પાછળનું કારણ વધુ જણાવતાં સંજયે પિતાને કહ્યું કે, ‘કારણ કે મારી નસોમાં મુસ્લિમનું લોહી છે. શહેરમાં જે બન્યું તે હું સહન કરી શકતો નથી. આ બોમ્બ બ્લાસ્ટ મુંબઈમાં બાબરી મસ્જિદ વિવાદમાં મુસ્લિમોનો બદલો લેવા માટે કરવામાં આવ્યો હતો, સંજયે આ વિશે વાત કરી હતી. સંજયની આ વાતથી સુનીલ દત્ત ચોંકી ગયા હતા. આ પછી સુનીલ દત્ત કંઈપણ બોલ્યા વગર જતા રહ્યા.