બોલીવુડ એક્ટ્રેસ ભૂમિ પેડનેકર હલા તેની આગામી ફિલ્મ પતિ, પત્ની અને વોના પ્રમોશનમાં વ્યસ્ત છે. આ ફિલ્મ ડિસેમ્બરમાં રિલીઝ થશે. થોડા દિવસ પહેલા આ ફિલ્મનું ટ્રેલર જોયા બાદ લોકો નારાજ થયા હતા. ફિલ્મમાં કાર્તિક આર્યન ચિંટૂ ત્યાગીની રોલમાં અને ભૂમિ પેડનેકર તેની પત્નીના રોલમાં છે. ચિંટૂ ત્યાગી તેના મિત્ર સાથે વૈવાહિક જીવનની વાત કરી રહ્યો છે.ચિંટૂનો એક ડાયલોગ છે જેમાં તે પત્ની સાથે ફિઝિકલ રિલેશનને લઈ વાત કરી રહ્યો છે.એ ડોયલોગ લોકોને પસંદ ન આવ્યો અને ટ્વિટર પર લોકોએ કહ્યું, મેરિટલ રેપ કોઇ મજાકની વાત નથી.
એક ઈન્ટરવ્યૂમાં ભૂમિ પેડનેકરે ફિલ્મના ટ્રેલરની કરવામાં આવી રહેલી નિંદા પર પ્રતિક્રિયા આપી હતી. તેણે કહ્યું, જો લોકોની ભાવનાઓને કોઇપણ પ્રકારે ઠેસ પહોંચી હોય તો હું તમામની માફી માંગુ છું. કારણકે આમ કરવાનો ફિલ્મ સાથે સંકળાયેલા કોઇપણ વ્યક્તિનો ઇરાદો નહોતો.
ફિલ્મ પતિ, પત્ની અને વો સાથે સંકળાયેલા કોઇપણ વ્યક્તિ આવી વિચારશ્રેણીને પ્રોત્સાહન નથી આપતા.કાર્તિક આર્યનના મોનોલૉગ જ તેની ફિલ્મની ખાસિયત હોય છે પરંતુ હવે આ ફિલ્મમાંથી તે દૂર કરવામાં આવી શકે છે. ફિલ્મ પતિ, પત્ની ઔર વોને મુદસ્સર અજીજે બનાવી છે. જેમાં કાર્તિક, ભૂમિ ઉપરાંત અનન્યા પાંડે અને અપારશક્તિ ખુરાના પણ છે.