ફેમસ કોરિયોગ્રાફર અને ફિલ્મ ડિરેક્ટર રેમો ડિસૂઝા વિરુદ્ધ ગાઝિયાબાદ કોર્ટે ફ્રોડના કેસમાં નોન બેલેબલ વોરન્ટ ઇસ્યુ કર્યું છે. રેમો પર આરોપ છે કે તેણે ફિલ્મ બનાવવા માટે એક વ્યક્તિ પાસેથી પાંચ કરોડ રૂપિયા લીધા હતા અને 10 કરોડ રૂપિયા આપવાનું વચન આપ્યું હતું પરંતુ આવું તેણે કર્યું નહીં. કોર્ટમાં હાજર ન રહેવાને કારણે રેમો વિરુદ્ધ વોરન્ટ રિલીઝ કરવામાં આવ્યું છે. જોકે રેમો તરફથી આ મામલે કોઈ પ્રતિક્રિયા આવી નથી………
રેમો ડિસૂઝા વિરુદ્ધ ફરિયાદ કરનાર ગાઝિયાબાદ નિવાસી સત્યેન્દ્ર ત્યાગીએ જણાવ્યું કે રેમોએ તેની પાસેથી 2016માં ફિલ્મ માટે પાંચ કરોડ રૂપિયા લીધા હતા. ત્યાગીના જણાવ્યા મુજબ રેમોએ તેને ફિલ્મ રિલીઝ થયા બાદ બમણા પૈસા આપવાનું વચન આપ્યું હતું પરંતુ હજુ સુધી પૈસા પરત કર્યા નથી…..કોરિયોગ્રાફીની સાથે રેમો ડિસૂઝાએ ‘એબીસીડી 2’, ‘અ ફ્લાયિંગ જટ્ટ’ અને ‘રેસ 3’નું ડિરેક્શન કર્યું હતું. હાલ તો તે વરુણ ધવન અને શ્રદ્ધા કપૂર સ્ટારર ‘સ્ટ્રીટ ડાન્સર 3ડી’ ફિલ્મમાં વ્યસ્ત છે જે આવતા વર્ષે રિલીઝ થવાની છે.