જ્યારથી બોલિવુડ સિંગર કનિકા કપૂરની કોરોના વાયરસથી સંક્રમિત હોવાની ખબર સામે આવી છે. ત્યારથી લોકો વચ્ચે અફડાતફડીનો માહોલ છે. રિપોર્ટની માનીએ તો 15 માર્ચે જ કનિકા લંડનથી લખનઉ આવી હતી અને એરપોર્ટ પરથી તે વોશરૂમમાંથી છુપાઈને ભાગી ગઈ હતી. ગયા શુક્રવારે લખનઉમાં કનિકાનો કોરોના ટેસ્ટ થયો જે પોઝિટીવ આવ્યો હતો. ત્યાં જ કનિકા કપૂરને લઈને વધુ એક ખબર સામે આવી છે.
Thank you @rishibagree bhai for mentioning me because I know you are a kind heart 🙏🏻 https://t.co/HfFDtxaVeR
— Ashish Jaggi (@AshishJaggi_1) March 20, 2020
જણાવી દઈએ કે કનિકાની સાથે કલ્પના ટાવરમાં હાજર 35 લોકોનો કોરોના વાયરસ ટેસ્ટ કરવામાં આવ્યો છે. કનિકાની સાથે કલ્પના ટાવરમાં 35માંથી 11 લોકોના કોરોના વાયરસનો ટેસ્ટ રિઝલ્ટ નેગેટિવ આવ્યો છે. ત્યાં જ હજુ પણ લોકોની ટેસ્ટ રિપોર્ટ આવવાની બાકી છે. એક ન્યૂઝ એજન્સીએ ટ્વીટ દ્વારા જાણકારી આપી છે કે, કલ્પના ટાવર, જ્યાં કનિકા કપૂર પોતાના અંકલની સાથે 13 માર્ચે રોકાઈ હતી. જ્યાં રહેનાર 35 લોકોનો કોરોના વાયરસ ટેસ્ટ કરવામાં આવ્યો. જેમાંથી 11 લોકોનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. ત્યાં જ 24 લોકોના ટેસ્ટ રિપોર્ટ હજી સુધી આવ્યા નથી.
જણાવી દઈએ કે સિંગર કનિકા કપૂર પર કોરોના વાયરસને લઈને બેદરકાર રહેવા બદલ યુપીમાં ત્રણ એફઆઈઆર દાખલ થઈ ચુકી છે. જાણીજોઈને સંક્રમણ ફેલાવવાના મામલે લખનઉના થાના હજરતગંજ, મહાનગર, ગોમતીનગર અને સરોજની નગર પોલીસ સ્ટેશનમાં કુલ ચાર ફરીયાદ દાખલ કરવામાં આવી છે.
આટલું બધુ થઈ ગયા બાદ પણ કનીકાના તેવરમાં કોઈ ફેર નથી આવ્યો. હાલમાં જ લખનઉના જે પીજીઆઈ હોસ્પિટલમાં કનિકાને આઈસોલેશનમાં રાખવામાં આવી છે. તે હોસ્પિટલના ડાયરેક્ટર ડો આરકે ધીમાને લેખિત નિવેદન જાહેર કરતા કનિકા પર ઢગલાબંધ આરોપો લગાવ્યા છે. હોસ્પિટલ સ્ટાફનું કહેવું છે કે કનિકા સારવારમાં જરા પણ સહયોગ નથી આપી રહી. તે એક પેશન્ટ નહીં પરંતુ સ્ટાર જેવુ વર્તન કરી રહી છે.