તહેવારની સિઝન આવતા જ બૉલીવુડમાં પણ દિવાળીની સિઝન આવી ગઈ છે. બધે જ દિવાળીની રોનક દેખાઈ રહી છે. ઘણા લોકોએ તો બૉલીવુડમાં દિવાળીની એડવાંન્સ પાર્ટી કરવાનું પણ શરૂ કરી દીધું છે. તમને જણાવી દઈએ કે હમણાં જ બૉલીવુડના પ્રોડ્યુસર રમેશ તૌરાનીના ઘરે દિવાળી પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પાર્ટીમાં બૉલીવુડના ઘણા સ્ટાર્સ પહોંચ્યા હતા.
આ દરમિયાન મોટાભાગના લોકોનું ધ્યાન તો પાર્ટીમાં આવેલ વિક્કી કૌશલ અને કેટરીના કૈફ ઉપર જ હતું. આ જોડીએ લોકોનું ખૂબ ધ્યાન ખેંચ્યું હતું. આ બંનેના ફોટો હવે સોશિયલ મીડિયા પર ખૂબ વાઇરલ થઈ રહ્યા છે. આ ફોટોમાં કેટરીના કૈફ સાડી પહેરેલી દેખાઈ રહી છે ચાલો તમને બતાવીએ દિવાળીની પાર્ટીના અનોખા ફોટો.
– રમેશ તૌરાનીની દિવાળી પાર્ટીમાં વિક્કી કૌશલ અને કટેરીના કૈફની જોડીએ લોકોનું ધ્યાન પોતાની તરફ આકર્ષિત કર્યું હતું. બંને એકબીજાની સાથે ખૂબ સુંદર અને પ્રેમાળ દેખાઈ રહ્યા હતા.
– આ પાર્ટીમાં વિક્કી કૌશલની પત્ની કેટરીના કૈફ સાડી પહેરીને પહોંચી હતી. સાડીમાં કેટરીના ખૂબ સુંદર દેખાઈ રહી હતી.
– કેટરીના કૈફ તો સુંદર દેખાતી જ હતી પણ સામે વિક્કી પણ ખૂબ હેન્ડસમ દેખાતા હતા. વિક્કી કૌશલએ બ્લેક કુરતો અને વ્હાઇટ પાયજામો પહેર્યો હતો.
– દિવાળી પાર્ટીમાં આ નવીન લુકમાં વિક્કી કૌશલ અને કેટરીના કૈફ એકબીજા સાથે ખૂબ સુંદર લાગી રહ્યા હતા. આ બંનેને લોકો જોતાં જ રહી ગયા હતા.
– આ ફોટોમાં બૉલીવુડ ટોપ અભિનેત્રી કેટરીના કૈફ પોતાની સાડી સરખી કરતા દેખાઈ રહી છે. આ ફોટો પણ ખૂબ વાઇરલ થઈ રહ્યો છે.
– આ ફોટોમાં કેટરીના વિક્કી સાથે ખૂબ સુંદર રોમેન્ટિક પોઝ આપતી દેખાઈ રહી છે. આ ફોટો લોકોને ખૂબ પસંદ આવી રહી હતી.
– દિવાળી પાર્ટીના બધા જ ફોટોમાં કેટરીનાની સ્માઇલ તેની સુંદરતામાં હજી વધારે ઉમેરો કરી રહી હતી. તેની સ્માઇલ તેમના ચાહકોને ખૂબ પસંદ આવી હતી.
– કેટરીના કૈફએ સાડી સાથે કાનમાં ઝૂમખા પહેર્યા હતા. આમાં તે ખૂબ સુંદર દેખાઈ રહી હતી.
– બૉલીવુડ સ્ટાર વિક્કી કૌશલ અને કેટરીના કૈફએ વર્ષ 2021માં લગ્ન કર્યા હતા. બંનેના લગ્ન એ સોશિયલ મીડીયા પર ખૂબ ચર્ચામાં રહ્યા હતા. લોકોએ ઘણી અફવાઓ પણ તેમના લગ્નને લઈને ફેલાવી હતી.