1989માં આવેલી ફિલ્મ મૈંને પ્યાર કિયા માટે લોકો આજે પણ ભાગ્યશ્રીને જાણે છે. આ તેમની ડેબ્યુ ફિલ્મ હતી. જેમાં ભાગ્યશ્રીની સામે સલમાન ખાન લીડ રોલમાં હતી. આ ફિલ્મે ભાગ્યશ્રીને રાતોરાત સ્ટાર બનાવી દીધી. પહેલી જ ફિલ્મથી તેમની ગણતરી ઈન્ડસ્ટ્રીના મોટા સ્ટાર્સમાં થવા લાગી.
ભાગ્યશ્રીએ ડેબ્યૂના એક વર્ષ પછી 1990માં લગ્ન કરી લીધા હતા. તેણીએ આ લગ્ન તેમના મિત્ર હિમાલય દસાની સાથે કર્યા હતા. ભાગ્યશ્રી અને હિમાલયા દાસાની તેમના શાળાના દિવસોથી એકબીજાને ઓળખતા હતા. તેઓ તેમના બાળપણના પ્રેમને લગ્નમાં બદલવા માંગતા હતા. પરિવારના સભ્યો આ સંબંધ માટે સહમત ન હતા.
ભાગ્યશ્રી અને હિમાલયે પરિવારની ઈચ્છા વિરુદ્ધ જઈને મંદિરમાં લગ્ન કરી લીધા હતા. આ લગ્નમાં સલમાન ખાન, સૂરજ બડજાત્યા અને કેટલાક નજીકના મિત્રો હાજર રહ્યા હતા. લગ્ન પછી ભાગ્યશ્રી કેટલીક પસંદગીની ફિલ્મોમાં જોવા મળી, પણ તે સફળ થઈ શકી નહીં. તેનું સૌથી મોટું કારણ તેમની ફિલ્મમાં કામ કરવાની શરત હતી.
ભાગ્યશ્રી ઈચ્છતી હતી કે, તેમણે જે ફિલ્મમાં કામ કર્યું છે તેમાં તેમના પતિ હીરો બને. હવે આ સ્થિતિને કારણે ફિલ્મમેકર્સ તેને પોતાની ફિલ્મમાં લેવાનું ટાળતા હતા. ભાગ્યશ્રીએ બોલીવુડ ફિલ્મ સિવાય ભોજપુરી, મરાઠી, બંગાળી, કન્નડ અને તેલુગુ ફિલ્મોમાં પણ કામ કર્યું હતું. તેમણે ક્યાંય ‘મૈંને પ્યાર કિયા’ની ખ્યાતિ મળી નથી. તે છેલ્લે 2010માં આવેલી ફિલ્મ રેડ એલર્ટમાં જોવા મળી હતી.
ભાગ્યશ્રી હાલમાં તેમના પતિ હિમાલય દસાની સાથે ખૂબ જ ખુશ છે. એકવાર તેણી એક ઈન્ટરવ્યુમાં ખુલાસો કર્યો હતો કે, તે તેમના પતિથી દોઢ વર્ષથી અલગ રહી હતી. ભાગ્યશ્રીના આ ઘટસ્ફોટથી બધા દંગ રહી ગયા. ફેમસ સેલિબ્રિટી ફોટોગ્રાફર વિરલ ભાયાણીએ પણ તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેનો એક વીડિયો શેર કર્યો છે.
આ વીડિયોમાં ભાગ્યશ્રીએ કહ્યું હતું કે “હા, હિમાલય જી મારો પહેલો પ્રેમ હતો. મેં તેમની સાથે લગ્ન કર્યા, પણ એક સમય એવો આવ્યો, જ્યારે અમે અલગ થઈ ગયા. તે સમયે મેં વિચાર્યું કે જો હું તેને જીવનમાં ન મળી હોત તો શું થશે અને મેં કોઈ બીજા સાથે લગ્ન કરી લીધાં હોત. આ તે સમય હતો જ્યારે અમે દોઢ વર્ષ માટે છૂટા પડ્યા હતા. જો તેની હજી પણ તે યાદ આવી જાય, તો તે દુઃખ આપે છે.”