અનુષ્કા શેટ્ટીએ ‘ભાગમતી’, ‘અરુંધતી’, ‘વેદમ’, ‘સિંઘમ’, ‘રૂદ્રમાદેવી’ જેવી ઘણી બ્લોકબસ્ટર ફિલ્મો આપી છે. ટોલીવુડમાં તો તે જાણીતી હતી જ, પરંતુ બાહુબલી બાદ તે દેશ આખામાં ખ્યાતનામ બની ચૂકી છે. આજે અમે તમને અનુષ્કા શેટ્ટીના કાર કલેક્શન વિશે માહિતી આપી રહ્યા છીએ
અનુષ્કા શેટ્ટીને સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આવ્યાને એક દાયકાથી વધુ સમય થઇ ગયો છે. તેણે ભાગમતી, અરુંધતી, વેદમ, સિંઘમ, રૂદ્રમાદેવી જેવી ઘણી બ્લોકબસ્ટર ફિલ્મો આપી છે. ટોલીવુડમાં તો તે જાણીતી હતી જ, પરંતુ બાહુબલી બાદ તે દેશ આખામાં ખ્યાતનામ બની ચૂકી છે. આજે અમે તમને અનુષ્કા શેટ્ટીના કાર કલેક્શન વિશે માહિતી આપી રહ્યા છીએ. તેને ફોર-વ્હીલર્સનો શોખ છે અને તેના ગેરેજમાં ઘણી આલીશાન કાર છે.
Audi Q5: અભિનેત્રીની બીજી મોંઘી કારની વાત કરીએ તો Audi Q5 છે. આ કાર ભારતમાં નવેમ્બર 2021માં લૉન્ચ કરવામાં આવી હતી. આ કાર 5 સીટર SUV છે અને તેની કિંમત લગભગ 59.88 લાખ રૂપિયા છે. આ લક્ઝુરિયસ વાહન પ્રીમિયમ પ્લસ અને ટેક્નોલોજી સહિત બે વેરિઅન્ટમાં ઉપલબ્ધ છે.
Audi A6 : અનુષ્કા શેટ્ટીના કાર કલેક્શનમાં Audiના 2 મોડલ છે. તેના કલેક્શનમાં Audi A6 બીજી કાર છે. પેટ્રોલ એન્જિન સાથે આવતી આ કારની ડિઝાઇન શાર્પ અને સ્પોર્ટી છે. તેની કિંમત પણ 59.84 લાખ રૂપિયાથી શરૂ થાય છે.
BMW 6 સિરીઝ : અનુષ્કાની આ સૌથી મોંઘી ગાડી છે. આ કાર 3 વેરિઅન્ટમાં આવે છે. ટોપ મોડલની કિંમત (પેટ્રોલ વર્ઝન) રૂ. 69.88 લાખ છે. જ્યારે બેઝ મોડલની કિંમત (ડીઝલ વેરિયન્ટ) રૂ. 71.48 લાખ છે. બીજી તરફ ઓટોમેટિક વર્ઝનની કિંમત 69.88 લાખ રૂપિયાથી શરૂ થાય છે.
અનુષ્કા શેટ્ટીનું મન ખૂબ મોટું છે. તેણે પોતાના ડ્રાઈવરને 12 લાખ રૂપિયા ગિફ્ટ કર્યા છે. એવું કહેવાય છે કે, અભિનેત્રી ડ્રાઈવરના કામ પ્રત્યેના ડેડિકેશનને જોઈને એટલી ખુશ થઈ ગઈ કે તેણે પોતાના ડ્રાઈવરને જ એક નવી કાર ગિફ્ટમાં આપી હતી.