શાહરૂખ ખાન અને કાજોલની યાદગાર ફિલ્મ દિલવાલે દુલ્હનિયા લે જાયેંગેએ આજે 24 વર્ષ પૂરા કર્યા છે. ફિલ્મમાં રાજ અને સિમરનની લવસ્ટોરીને લોકો આજે પણ યાદ કરે છે.
24 વર્ષ બાદ પણ દર્શકો આ ફિલ્મને યૂનિક ફિલ્મના દરજ્જામાં મૂકે છે. ફિલ્મ પ્રત્યે ખાસ લગાવ હોવાને કારણે કાજોલે પોતાનો એક સીન રિક્રિએટ કર્યો છે કાજોલે પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર DDLJનો એક સીન રિક્રિએટ કરતો વિડીયો શેર કર્યો છે. આ એ સીન છે જેમાં કાજોલ ટ્રેનના એક ખૂણામાં બેસીને પુસ્તક વાંચતી હોય છે.
આ સીનના ઓરિજિનલ વર્ઝનમાં કાજોલે પીળા રંગનો ડ્રેસ પહેર્યો હોય છે અને આંખે ચશ્મા હોય છે. સીનને બરાબર રિક્રિએટ કરવા માટે કાજોલે પીળા રંગનો ડ્રેસ અને ચશ્મા પહેરીને વિડીયો શૂટ કર્યો. જણાવી દઈએ કે દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે થિયેટર્સમાં અત્યાર સુધી સૌથી વધારે ચાલનારી બોલિવુડ ફિલ્મ છે. 1995માં રિલીઝ થયેલી આ ફિલ્મને લોકો આજે પણ યાદ કરે છે. જ્યારે પણ જોવાનો મોકો મળે ચૂકતા નથી. આ ફિલ્મે ઘણા ફિલ્મફેર અવોર્ડ જીત્યા છે. આ ફિલ્મમાં કાજોલ અને શાહરૂખ ઉપરાંત અનુપમ ખેર, અમરીશ પુરી, ફરીદા જલાલ, કરણ જોહર, મંદિરા બેદી, સતીશ શાહ પણ મહત્વની ભૂમિકામાં જોવા મળ્યા હતા.