દેશભરમાં કોરોના વાયરસનું સંકટ ચાલી રહ્યું છે. જેના કારણે સ્કૂલો પણ બંધ કરી દેવામાં આવી છે. જોકે હવે કેન્દ્ર સરકાર સ્કૂલ ખોલવા અંગે વિચારણા કરી રહી છે. અને 15 જુલાઈ બાદ દેશમાં સ્કૂલો ખુલી શકે છે. આ મામલે કેન્દ્ર સરકાર જલ્દી જ ગાઈડલાઈન જાહેર કરશે.
માનવ સંસાધન વિકાસ મંત્રાલય ગાઈડલાઈન તૈયાર કરી રહ્યું છે. 15 જુલાઈ બાદ સ્કૂલો ખોલવા માટે 33 ટકા કે 50 ટકાની ફોર્મ્યૂલા બનાવવામાં આવશે.. જેમાં સ્કૂલોએ બાળકો માટે સુવિધાઓ પણ વધારવી પડશે. જો 50 ટકાની ફોર્મ્યૂલા અપનાવે તો વિદ્યાર્થીઓ સપ્તાહમાં 3 દિવસ શાળાએ જઈ શકશે.
જ્યારે 33 ટકા ફોર્મ્યૂલા લાગુ કરવામાં આવે તો વિદ્યાર્થીઓ 2 દિવસ શાળાએ જઈ શકશે. જ્યારે બાકીના દિવસોમાં ઓનલાઈન અભ્યાસ કરાવવાનો રહેશે. તમને જણાવી દઈએ કે બે મહિનાથી કોરોના સંકટના કારણે શાળાઓ બંધ છે. પણ હવે સરકાર સ્કૂલોને પણ ફરીથી શરૂ કરવા માટે આયોજન કરી રહી છે.
સંક્રમણની સ્થિતિના આધારે જૂનના અંતિમ અઠવાડિયામાં ગાઇડલાઇન્સની સમીક્ષા કરવામાં આવશે. તેના આધારે, શાળા શરૂ થવાની તારીખ પણ બદલાઈ શકે છે. રાજ્ય અને શાળા વહીવટીતંત્ર શાળાને ખાવું કે નહીં તે અંગે અંતિમ નિર્ણય લેશે.
ગાઇડલાઇન્સ શાળાઓમાં સોશિયલ ડિસ્ટેન્સિગ અને સેનિટાઇઝેશનનું ધ્યાન રાખવું પડશે. ખાનગી શાળાઓની એક્શન કમિટીના જનરલ સેક્રેટરી ભરત અરોરાએ જણાવ્યું હતું કે ગાઇડલાયન્સ મળતાં જ તેઓ એસઓપી તૈયાર કરશે. બીજી તરફ, દિલ્હી પેરેન્ટ્સ એસોસિએશનના અધ્યક્ષ, અપરાજિતા ગૌતમે કહ્યું છે કે જો ચેપ ઓછો ન થાય તો શાળાઓ ખોલવા ન જોઈએ.