દેશ અને દુનિયામાં કોરોના મહામારી ચાલી રહી છે ત્યારે ઘણા લાબાં સમયથી શિક્ષણ કાર્ય પણ બંધ રાખવામાં આવ્યું છે ત્યારે હવે એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે.કોરોનાને કારણે સતત પાછી ઠેલાતી આવી રહેલી ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટ એટલે કે ગુજકેટ પરીક્ષા હવે આગામી 24 ઓગસ્ટે યોજાનાર છે જેના પગલે આજરોજ પરીક્ષાની હોલ ટિકિટ પણ ઓનલાઈન મુકવામાં આવી હતી
ત્યારે મળતી માહિતી મુજબ ગુજકેટના ઉમેદવારોએ હોલ ટિકિટ લેવા માટે વેબસાઈટ gujcet.gsebht.in, gsebht.in અથવા gseb.org પરથી 13 ઓગસ્ટ 2020 સાંજના 6 વાગ્યાથી ડાઉનલોડ કરી શકશે.
તેની સાથે જેમાં ગુજકેટ-2020માં માટે કરેલા આવેદનપત્રમાં નોંધાયેલ મોબાઈલ નંબર અથવા ઈ-મેઈલ આઈ-ડી અને જન્મ તારીખ અથવા એપ્લિકેશન નંબર નાંખીને હોલ ટોકિટ ડાઉનલોડ કરી શકાશે.
આ સાથે જ ઉમેદવારો પોતાના નામ પરથી પણ હોલ ટિકિટ સર્ચ કરી અને જન્મ તારીખની વિગતો ભરીને ડાઉનલોડ કરી શકશે.હોલ ટિકિટ માત્ર ઓનલાઈન જ મળશે અને તેના પર સ્કૂલના પ્રિન્સિપાલના સિક્કાની જરૂર નથી.
વિદ્યાર્થીઓ પરીક્ષા દરમિયાન હોલ ટિકિટ સાથે કોઈપણ એક ફોટો આઈડી પ્રૂફ(આધાર કાર્ડ અથવા ડ્રાઈવિંગ લાયસન્સ અથવા ધો.12ની મુખ્ય પરીક્ષાની હોલ ટિકિટ) સાથે લઈ જવાના રહેશે.