જ્યોતિષ શાસ્ત્ર અનુસાર તમામ 12 રાશિના લોકો માટે અલગ-અલગ રત્નો જણાવવામાં આવ્યા છે. રત્ન શાસ્ત્ર અનુસાર દરેક રાશિનું પોતાનું રત્ન હોય છે. કુંડળીમાં કોઈપણ ગ્રહના અશુભ પ્રભાવને ઓછો કરવા અને શુભ પ્રભાવ વધારવા માટે રત્ન ધારણ કરવાની સલાહ આપવામાં આવે છે.
રત્ન શાસ્ત્રમાં કહેવાયું છે કે વ્યક્તિએ જ્યોતિષની સલાહ વિના ક્યારેય રત્ન ધારણ કરવું જોઈએ નહીં. આજે આપણે એવા જ કેટલાક રત્નો વિશે જાણીશું, જે વ્યક્તિ માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. આવો જાણીએ આ શ્રેષ્ઠ રત્નો વિશે.
સુવર્ણ રત્ન
જ્યોતિષમાં ઘણા રત્નો અને ઉપ-રત્નો વિશે જણાવવામાં આવ્યું છે. તેમાં સુવર્ણ રત્ન પણ છે. રત્ન શાસ્ત્રમાં ધનના લાભ માટે સુવર્ણ રત્ન ધારણ કરવાનું કહેવામાં આવ્યું છે. પૈસાની દ્રષ્ટિએ આ રત્ન ખૂબ જ ખાસ માનવામાં આવે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર તેને ધારણ કરવાથી ઘરમાં ધનનો સંચય થાય છે. સુવર્ણ રત્ન પોખરાજનો સબ્સીટ્યુટ કહેવાય છે. પરંતુ તેને પહેરતા પહેલા તમારે જ્યોતિષની સલાહ જરૂર લેવી જોઈએ.
જેડ સ્ટોન
રત્નશાસ્ત્રમાં ધંધા વગેરે વિશે પણ ઘણા રત્નો વિશે જણાવવામાં આવ્યુ છે. જેમાં જેડ સ્ટોનનો પણ સમાવેશ થાય છે. જો કોઈ વ્યક્તિ વ્યવસાયમાં કોઈ સમસ્યાનો સામનો કરી રહી હોય. અથવા જો આવકનું કોઈ સાધન ન હોય તો તેના માટે રત્ન શાસ્ત્ર જેડ સ્ટોન પહેરવાની સલાહ આપે છે.
પન્ના રત્ન
પન્ના રત્નનું રત્નશાસ્ત્રમાં પણ વિશેષ મહત્વ છે. નોકરી કરતા લોકો અને કન્યા રાશિના લોકોને પન્ના રત્ન ધારણ કરવાની સલાહ આપવામાં આવે છે. નોકરીયાત લોકો પન્ના રત્ન પહેરે, તો વ્યક્તિને નોકરીમાં પ્રમોશન મળે છે અને ઘરમાં સુખ-સમૃદ્ધિ આવે છે.
પોખરાજ રત્ન
પોખરાજને ગુરુ ગ્રહનો રત્ન કહેવાય છે. જો કુંડળીમાં ખરાબ ગુરુ અશુભ પરિણામ આપતો હોય તો રત્નશાસ્ત્રમાં પોખરાજ પહેરવાની સલાહ આપવામાં આવે છે. એવું કહેવાય છે કે આ રત્ન સુખ અને સૌભાગ્ય માટે પહેરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે પોખરાજ પહેરવાથી વ્યક્તિના જીવનમાં સમૃદ્ધિ આવે છે અને વ્યક્તિના ઘરે દેવી લક્ષ્મીનું આગમન થાય છે.