ભારતીય જ્યોતિષ શાસ્ત્ર મુજબ ગ્રહોની દિશા અને રાશીની સ્થિતિ વ્યક્તિના જીવન પર ખુબ અસર કરે છે. ત્યારે જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જ્યારે કોઈ ગ્રહ પોતાની સ્થિતિ બદલે છે તો તેની અસર 12 રાશિઓના જીવન પર જોવા મળે છે. આ અસર સારી કે ખરાબ કંઈપણ હોઈ શકે છે. ત્યારે આગામી 15 જૂને સૂર્ય વૃષભ રસીને છોડીને મિથુન રાશિમાં પ્રવેશ કરે છે. ત્યારે આ રાશિ ગોચરણથી કેટલાક રાશિના લોકોને ફાયદો થશે તો કેટલીક રાશિને નુકસાન કરાવી શકે છે. ત્યારે ચાલો આપણે જાણીએ કે કઈ રાશિ પર કેવી અસર જોવા મળશે.
મીન:
આ રાશિ પર સૂર્યનું ગોચરણ મિશ્ર અસર કરશે. જો તમે પ્રવાસ પર જઈ રહ્યા છો, તો આ દરમિયાન ખાસ ધ્યાન રાખો. જો તમે વ્યવસાય સાથે જોડાયેલા છો? તો એ લોકોએ પણ સાવચેત રહેવાની જરૂર છે. આ રાશિના લોકોની થોડી બેદરકારી પણ મોટું નુકસાન નોટરી શકે છે.
કર્ક :
આ લોકોને આ સમય દરમિયાન તણાવનો સામનો કરવો પડી શકે છે. તો કોઈ કામમાં નિષ્ફળતા મળશે, જેના કારણે તમે પરેશાન થઈ શકો છો. આ સમય દરમિયાન ખાસ કોઈને પૈસા ઉધાર આપવાનું ટાળો, નહીં તો તમારે નુકસાન સહન કરવું પડી શકે છે. વિદ્યાર્થી વર્ગએ આ સમયે વધુ મહેનત કરવાની જરૂર છે. ખાસ કરીને સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે વિદ્યાર્થીઓની મહેનત જરૂરી રહેશે. આ સમયગાળા દરમિયાન વિવાહિત જીવનમાં પણ ઉતાર-ચઢાવ આવી શકે છે. તેથી એકબીજાને સમજવાનો પ્રયાસ કરો.
તુલા:
આ રાશિના જાતકોને મુશ્કેલ પરિસ્થિતિઓનો સામનો કરવો પડશે. વિદ્યાર્થીઓ માટે પણ આ સમય મુશ્કેલીથી ભરેલો રહેશે. પરીક્ષા માટે તમારે વધુ મહેનત પણ કરવી પડશે. અન્યથા પૈસાનું નુકસાન થઈ શકે છે. ખાસ આ સમય દરમિયાન પૂજા કરો. મન શાંત રહેશે. વેપારમાં બદલાવથી નુકસાન થઈ શકે છે.
વૃષભ:
હાલમાં સૂર્ય વૃષભમાંથી ભ્રમણ કરી મિથુન રાશિમાં જઇ રહ્યો છે. તેની અસર વૃષભ રાશિના લોકો પર પણ જોવા મળશે. તેમને આર્થિક સંકટનો સામનો કરવો પડી શકે છે. સંતાન પક્ષે તણાવ થઈ શકે છે. જીવનસાથી સાથે વિવાદ થઈ શકે છે. આ સમયગાળામાં, સખત મહેનત કર્યા પછી પણ, તમને પરિણામ મળશે નહીં. પૈસાના વધુ પડતા ખર્ચને કારણે તમારે આર્થિક સંકટનો સામનો કરવો પડી શકે છે.
મેષઃ
આ રાશિના લોકોને સૂર્યના સંક્રમણની મિશ્ર અસર જોવા મળશે. જો તમે આ સમયગાળા દરમિયાન મોટું રોકાણ કરવાનું વિચારી રહ્યા છો, તો વડીલોની સલાહ ચોક્કસ લો. પારિવારિક વાતાવરણ સામાન્ય રહેશે. આ દરમિયાન ભાઈ-બહેન વચ્ચે વિવાદ થઈ શકે છે. ગુસ્સાને કાબૂમાં રાખો. ઉપરાંત, આ સમયગાળા દરમિયાન કોઈને ઉધાર કે લોન ન આપો.
કર્ક :
આ લોકોને તણાવનો સામનો કરવો પડી શકે છે. કોઈ કામમાં નિષ્ફળતા મળશે, જેના કારણે તમે પરેશાન અને ચિંતિત થઈ શકો છો. કોઈને પૈસા ઉધાર આપવાનું ટાળો, નહીં તો તમારે નુકસાન સહન કરવું પડી શકે છે. સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે વિદ્યાર્થીઓને વધુ મહેનતની જરૂર છે. આ સમયગાળા દરમિયાન વિવાહિત જીવનમાં પણ ઉતાર-ચઢાવ આવી શકે છે. તેથી એકબીજાને સમજવાનો પ્રયાસ કરો.