શિવજીના ભક્તો જેની આતુરતાથી રાહ જોઇ રહ્યા હોય છે તેવા શ્રાવણમાસનો પ્રારંભ થવા જઇ રહ્યો છે,ત્યારે જેટલો શ્રાવણમાસનો મહિમા છે એટલો જ તેના પહેલા આવતી અમાસ એટલે કે શ્રાવણમાસ પહેલાની અમાસ એટલેકે દિવાસો.
આ દિવસથી તમામ પ્રકારના તહેવારોની શરૂઆત થાય છે. આ દિવસે અમાસની સાથે સોમવાર હોવાથી સોમવતી અમાસનું વિશેષ ફળ પ્રાપ્ત થશે. આ અમાસની સાથે હરિયાળી અમાસની પણ ઉજવણી કરવામાં આવશે.
વાત કરીએ આ દિવસની તો દિવાસાના દિવસે દિવાસાના દિવસે મહિલાઓ એવરત જીવરતનું વ્રત કરે છે. અમાસ પછી મંગળવારથી શ્રાવણ મહિનાનો પ્રારંભ થશે. પ્રકૃત્તિ અને પિતૃઓની તરફ કૃતજ્ઞતા વ્યક્ત કરવાનો અવસર.
ત્યારે આ વખતે દિવાસાનો ખાસ મહિમા છે,હરિયાળી અમાસ 20 મી જુલાઇ સોમવારે હોવાથી ખાસ બની રહી છે આ અમાસે અદ્ભુત સંયોગ બની રહ્યો છે. 47 વર્ષ પછી બની રહ્યો છે આ ખાસ સંયોગ. આ વર્ષે અમાસ અને પૂર્ણિમા સોમવારે છે. અમાસના દિવસે ચંદ્ર, બુધ, ગુરુ, શુક્ર અને શનિ તમામ ગ્રહો પોતપોતાની રાશિમાં રહેશે. આને કારણે તેમની અસર શુભ રહેશે.
શ્રાવણ મહિનો ભગવાન શિવને સમર્પિત હોય છે તેમા પણ દરેક સોમવાર ખૂબ જ વિશેષ છે, 20 વર્ષ પછી, સોમવતી અમાસનો સંયોગ બની રહ્યો છે. તેને હરિયાળી અમાસ પણ કહેવામાં આવે છે. અગાઉ 31 જુલાઇ 2000 ના રોજ આ પ્રકારનો સંયોગ થયો હતો.
આ દિવસે એક ખાસ સંયોગ પણ બની રહ્યો છે જેમા સોમવારે સોમવારે ચંદ્ર, બુધ, ગુરુ, શુક્ર અને શનિ તેમની પોતાની રાશિમાં રહેશે. આ દિવસે ભગવાન શિવની ઉપાસના ફળદાયી રહેશે. મહિલાઓએ તુલસીજીનુ ખાસ પૂજન કરવું જોઈએ.તેની સાથે અમાસના દિવસે હનુમાન મંદિરમાં હનુમાન ચાલીસાનો પાઠ કરવો જોઈએ