નવ ગ્રહોના ન્યાયાધીન શનિ 13 જુલાઈના રોજ રાશિ બદલી રહ્યો છે. આ ગ્રહ કુંભ રાશિથી એક રાશિ પાછળ એટલે મકર રાશિમાં પ્રવેશ કરશે. જેનું કારણ એ છે કે શનિ આ સમયે વક્રી છે એટલે ઊંધી ગતિએ ચાલી રહ્યો છે. શનિની વક્રી ગતિના કારણે આ ગ્રહ કુંભ રાશિથી એક રાશિ પાછળ મકર રાશિમાં આવશે. તે પછી આખું વર્ષ શનિ મકર રાશિમાં જ રહેશે. આવતા વર્ષે 17 જાન્યુઆરી 2022ના રોજ આ ગ્રહ ફરીથી કુંભ રાશિમાં આવી જશે.
ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્માના જણાવ્યા પ્રમાણે શનિનું આ રાશિ પરિવર્તન મોટાભાગના લોકોની પરેશાનીઓ વધારી શકે છે. શનિ પક્ષમાં હોય કે વિપક્ષમાં, બધી 12 રાશિઓના લોકોને શનિદેવ માટે શુભ કામ કરતા રહેવું જોઈએ. આવું કરવાથી શનિની વિપરીત સ્થિતિમાં પણ શનિના કારણે વધારે મુશ્કેલીઓ જીવનમાં આવતી નથી. શનિ માટે દર શનિવારે તેલનું દાન તો મોટાભાગના લોકો કરે છે, પરંતુ તેની સાથે જ શનિના મંત્રનો જાપ કરવામાં આવે તો શુભફળ જલ્દી મળી શકે છે. શનિદેવની પૂજા કરતી સમયે આ મંત્રનો જાપ કરવો જોઈએ. આ મંત્રમાં શનિદેવના 10 નામ છે. આ નામ છે કોણસ્થ, પિંગલ, બભ્રુ, કૃષ્ણ, રૌદ્રાન્તક, યમ, સૌરિ, શનૈશ્ચર, મંદ અને પિપ્પલાદ. જો મંત્રજાપ કરવા ઇચ્છતા નથી તો શનિના આ દસ નામનો જાપ પણ કરી શકો છો.
દર શનિવારે ઘરના મંદિરમાં કે કોઈ મોટા મંદિરમાં શનિદેવની પ્રતિમા ઉપર તેલ ચઢાવો. કાળા તલ, વાદળી ફૂલ, વાદળી કપડાં વગેરે અર્પણ કરો. કાળા તલથી બનેલો ભોગ ચઢાવો. ધૂપ-દીપ પ્રગટાવીને આરતી કરો. તે પછી શનિના 10 નામનો જાપ કરો. મંત્ર જાપની સંખ્યા ઓછામાં ઓછી 108 રહેશે તો વધારે શુભ રહેશે. પૂજાના અંતમાં ભગવાનથી જાણ્યે-અજાણ્યે થયેલી ભૂલ માટે માફી માગો. તે પછી પ્રસાદ બધાને આપો.
શનિદેવની કૃપા તે લોકોને પણ મળે છે જે દર શનિવારે હનુમાનજીની પૂજા કરો છો. હનુમાનજીને સિંદૂર અને ચમેલીનું તેલ ચઢાવો. દીવો પ્રગટાવીને હનુમાન ચાલીસા કે ભગવાનના મંત્ર ૐ રામદૂતાય નમઃ નો જાપ કરી શકો છો.