ઉત્સવમાં 170થી વધારે પૂજારી 12 દિવસથી હોમ ક્વોરન્ટીન હતાં
હવે રથયાત્રા માટે 23 જૂનને ભગવાન બહાર આવશે
જગન્નાથ પુરીમાં રથયાત્રા પહેલાં પહેલાંનો સૌથી મહત્ત્વપૂર્ણ ઉત્સવ પૂર્ણિમા સ્નાન આજે ઉજવાયો. મંદિરની અંદર જ લગભગ 300 લોકોની હાજરીમાં ઉજવવામાં આવેલાં આ ઉત્સવ માટે ભગવાન જગન્નાથ, બળદેવ અને સુભદ્રા દેવીની પ્રતિમાઓને ગર્ભગૃહથી બહાર લાવવામાં આવી. સ્નાન મંડપમાં લગભગ 170 પૂજારીઓએ ભગવાનને 108 ઘડાના સુગંધિત જળથી સ્નાન કરાવડાવ્યું.
આજે સાંજ સુધી ભગવાન ગર્ભગૃહથી બહાર જ રહેશે. પછી 15 દિવસ તેઓ ક્વોરન્ટીન એટલે એકાંતવાસમાં રહેશે. આ દરમિયાન ભગવાનને ઔષધિઓ અને હલવાનો ભોગ જ ધરાવવામાં આવશે. હવે જગન્નાથ મંદિરમાં 23 જૂને જ રથયાત્રા માટે ભગવાન ક્વોરન્ટીનથી બહાર આવશે. ત્યાં સુધી મંદિરમાં દર્શન બંધ રહેશે.
એવું માનવામાં આવે છે કે, પૂર્ણમા સ્નાનમાં વધારે પાણીથી સ્નાનના કારણે ભગવાન બીમાર થઇ જાય છે. એટલે તેમને એકાંતમાં રાખીને ઔષધીઓનું સેવન કરાવવામાં આવે છે. પૂર્ણિમા સ્નાનમાં સામેલ થનાર 170 પૂજારીઓને પણ 12 દિવસથી કોરોના ટેસ્ટ બાદ જ હોમ ક્વોરન્ટીન કરવામાં આવ્યાં હતાં. તેઓ ક્વોરન્ટીનમાંથી બહાર આવીને સીધા મંદિર પહોંચ્યાં હતાં.
શ્રીજગન્નાથ મંદિર ટ્રસ્ટ સમિતિના સભ્ય અને મંદિરના પૂજારી શ્યામ મહાપાત્રા પ્રમાણે રાતે 12 વાગ્યાથી ભગવાનના પૂર્ણિમા સ્નાનની તૈયારીઓ શરૂ થઇ ગઇ હતી. ભગવાનની શ્રીપ્રતિમાઓને સ્નાન મંડપમાં લાવવામાં આવ્યાં હતાં. અહીં સવારે વૈદિક મંત્રો સાથે સ્નાન વિધિ શરૂ થઇ હતી.
વર્ષમાં એક જ વાર કુવાના પાણીનો ઉપયોગ થાય છેઃ-
ભગવાન જગન્નાથ, બળદેવ અને સુભદ્રાને પૂર્ણિમા સ્નાન માટે પાણી મંદિર પ્રાંગણના ઉત્તર દિશામાં રહેલાં કુવાના પાણીથી લેવામાં આવ્યું હતું. આ કુવાનું પાણી આખા વર્ષમાં માત્ર એક જ વાર જેઠ મહિનાની પૂર્ણિમાએ આ સ્નાન માટે જ ઉપયોગમાં લેવામાં આવે છે. કુવાને વર્ષમાં એક જ વાર ખોલવામાં આવે છે. આજના દિવસે આ કુવામાંથી પાણી કાઢીને ફરી તેને બંધ કરી દેવામાં આવે છે.
કસ્તૂરી, કેસર વગેરે ઔષધીઓથી સ્નાનઃ-
સ્નાન માટે જે 108 ઘડામાં પાણી ભરવામાં આવે છે, તેમાં અનેક પ્રકારની ઔષધીઓ મિક્સ કરવામાં આવે છે. કસ્તૂરી, કેસર, ચંદન જેવા સુગંધિત દ્રવ્યોને પાણીમાં મિક્સ કરીને પાણી તૈયાર કરવામાં આવે છે. બધા જ ભગવાન માટે ઘડાની સંખ્યા નિશ્ચિત જ હોય છે.
સાંજે ગજ શ્રૃંગાર થશેઃ-
સાંજે ભગવાન બળદેવ અને જગન્નાથનો ગજશ્રૃંગાર કરવામાં આવે છે. જેમાં ભગવાનના ચહેરાને હાથી જેવા સજાવવામાં આવે છે. કેમ કે, એકવાર ભગવાનને અહીં આ જ સ્વરૂપમાં ભક્તને દર્શન આપ્યાં હતાં. ત્યાર બાદ ભગવાનને ફરી ગર્ભગૃહમાં લઇ જવામાં આવશે.