આકાશમાં વારંવાર ઉડતા પક્ષીઓને જોઈને એક વાર દરેક વ્યક્તિને આ વિચાર આવે છે કે તે પણ તેમની જેમ આકાશમાં ઉડી શકે તો. પક્ષીઓને સ્વતંત્રતાનું પ્રતીક માનવામાં આવે છે. જો કે, શહેરોમાં રહેતા લોકો હવે પક્ષીઓના કલરવને ઓછા અનુભવી રહ્યા છે. જેના કારણે તેઓ ઘરમાં જ પક્ષી કે પક્ષીની તસવીર રાખે છે. પક્ષીઓનું ઘરમાં હોવું શુભ માનવામાં આવે છે. પરંતુ જો ઘરમાં કોઈ ફિનિક્સ પક્ષીનું ચિત્ર હોય તો તે વધુ સારું માનવામાં આવે છે.
સફળતાનું પ્રતિક
ફિનિક્સ પક્ષી સફળતા પ્રદાન કરતી ઊર્જા, કીર્તિ અને વૃદ્ધિનું પ્રતિનિધિત્વ કરે છે. આ પક્ષીની તસવીર કે પ્રતિમા ઘરના દક્ષિણ ભાગમાં રાખવી જોઈએ. વાસ્તુશાસ્ત્ર મુજબ આમ કરવાથી સફળતાના માર્ગમાં આવતી મુશ્કેલીઓમાંથી બહાર નીકળવામાં સરળતા રહે છે.
ફિનિક્સ પક્ષી એક કલ્પના છે
તે વ્યક્તિને તેના ધ્યેયને પ્રાપ્ત કરવા માટે સકારાત્મક ઉર્જા પ્રદાન કરે છે, જે તે વ્યક્તિમાં તેના કાર્ય માટે એક નવો ઉત્સાહ અને નવી આશા લાવે છે. પરંતુ અમે તમને અહીં એક બીજી વાત જણાવીએ – વાસ્તવમાં ફિનિક્સ પક્ષી એ પક્ષી નથી, પરંતુ તે એક કલ્પના છે જેને સફળતાનું સ્વરૂપ માનવામાં આવે છે. કારણ કે આવું કોઈ પક્ષી ક્યારેય જોવા મળ્યું નથી.