અષાઢ મહિનો પૂરો થતાની સાથે જ શ્રાવણ માસનો પ્રારંભ થશે. શ્રાવણ મહિનો ભોલેનાથની પૂજા માટે સમર્પિત છે. આ મહિનામાં ભગવાન શિવની વિશેષ પૂજા કરવામાં આવે છે. જેના કારણે તેઓ પ્રસન્ન થાય છે અને ભક્તોને આશીર્વાદ આપે છે. શ્રાવણ એ શિવનો પ્રિય મહિનો છે. આ જ કારણ છે કે શિવભક્તો પણ આ મહિનાની આતુરતાપૂર્વક રાહ જોતા હોય છે.
આમતો ભોળા ભંડારી શુદ્ધ પાણીના જલાભિષેકથી પણ ખુશ થઈ જાય છે. પરંતુ જો તમે શ્રાવણમાં ભગવાન શિવની વિશેષ કૃપા મેળવવા માંગતા હોવ તો તેમના મનપસંદ ફળો અને ફૂલોની સાથે આ 5 પ્રકારના અનાજ અર્પણ કરો. શિવને આ 5 પ્રકારના અનાજ અર્પિત કરવાથી તમારી બધી મનોકામનાઓ પૂર્ણ થશે અને તમને કષ્ટોથી મુક્તિ મળશે. જાણો કયા છે આ પાંચ અનાજ….
અક્ષત
શ્રાવણ માસમાં શિવલિંગ પર સફેદ ચોખા અથવા અક્ષત અર્પણ કરવાથી ધનની પ્રાપ્તિ થાય છે. શ્રાવણના સોમવારના દિવસે શિવજીને મુઠ્ઠીભર અક્ષત અર્પણ કરો અને પછી આ અક્ષત કોઈ ગરીબ વ્યક્તિને દાન કરો. આમ કરવાથી ધન અને ધન સંબંધિત સમસ્યા દૂર થાય છે. પરંતુ ધ્યાન રાખો કે ચોખાનો એક પણ દાણો તૂટેલો ન હોય.
કાળા તલ
ભાંગ, ધતુરા અને બિલિપત્રની જેમ શિવલિંગ પર કાળા તલ પણ ચઢાવવામાં આવે છે. કારણ કે ભગવાન શિવને કાળા તલ ખૂબ પ્રિય છે. શ્રાવણમાં શિવને કાળા તલ અર્પણ કરવાથી માનસિક અને શારીરિક સમસ્યાઓ દૂર થાય છે અને જીવનમાં સુખ-સમૃદ્ધિ આવે છે.
તુવેરની દાળ
શ્રાવણ માસમાં શિવલિંગ પર પીળી તુવેરની દાળ ચઢાવવી ખૂબ જ શુભ માનવામાં આવે છે. આમ કરવાથી વ્યક્તિને સુખ, સમૃદ્ધિ અને ધનની પ્રાપ્તિ થાય છે.
ઘઉં
જો કોઈ કારણથી વિવાહમાં વિલંબ થઈ રહ્યો હોય અથવા વિઘ્નો આવી રહ્યા હોય તો શ્રાવણ મહિનામાં શિવલિંગ પર ઘઉં અર્પણ કરવા જોઈએ. આ સાથે ઘઉં ચઢાવવાથી બાળકોમાં પણ ખુશીઓ આવે છે અને વ્યક્તિનું બૌદ્ધિક સ્તર પણ વિકાસ પામે છે.
મગ
શ્રાવણ માસમાં શિવલિંગ પર લીલા મગની દાળ ચઢાવો. આનાથી ભોલેનાથ પ્રસન્ન થાય છે અને પોતાના ભક્તોની તમામ મનોકામનાઓ પૂર્ણ કરે છે.