શિવરાત્રીનો દિવસ હવે નજીક આવી રહયો છે. ત્યારે આ શીવરાત્રીનો દિવસ ભગવાન શિવને સમર્પિત કરવામાં આવે છે.દર મહિનાની વદ ચૌદસ (અમાસ પહેલાનો દિવસ) શિવરાત્રિ કહેવાય છે.લોકો આ દિવસને શિવરાત્રી તરીકે ઓળખે છે.તે દિવસ મહા વદ ચૌદસ ખરેખર મહા શિવરાત્રિનું પર્વ માનવામાં આવે છે. આ જ દિવસે દ્વાપરયુગનો પ્રારંભ થયો હતો તેવું મનાય છે.
અને પ્રથમ જ્યોતિર્લિંગ શિવરાત્રિને દિવસે જ પ્રગટ થયું હતું.એક કથા મુજબ શિવરાત્રિ એ સમય છે જ્યારે ભગવાન શંકર આરામ કરે છે. શિવજી રાત્રિનાં એક પ્રહર (ત્રણ કલાક)ના ગાળા માટે આરામ કરે છે, આ એક પ્રહરને મૂળ શિવરાત્રિ ગણવામાં આવે છે. જ્યારે શિવ આરામ કરે છે ત્યારે શિવ તત્વ શાંત થઇ જાય છે, એટલેકે ભગવાન ધ્યાનાવસ્થામાં ગરકાવ થઇ જાય છે.
શિવનો આ ધ્યાનાવસ્થાનો સમય એવો સમય છે જ્યારે શિવ પોતાની આધ્યાત્મિક ક્રિયા કરે છે અને આ સમયગાળા દરમ્યાન શિવતત્વ કોઇ તમોગુણનો સ્વિકાર કરતા નથી અને નથી તો વિશ્વમાંથી આવતું કોઇ હળાહળ (સમુદ્રમંથન દરમ્યાન નીકળતું વિષ) સ્વિકારતાં. પરિણામે આવી નકારાત્મક શક્તિઓનું પ્રમાણ તે સમયે વધી જાય છે અને તેના પ્રતિકાર માટે બીલીપત્ર, ધંતુરાનાં પુષ્પ, રૂદ્રાક્ષ, વગેરે પદાર્થો શિવને અર્પણ કરવામાં આવે છે.તેમની પૂજા કરવામાં આવે છે.
શિવરાત્રીનું પર્વના દિવસે ઉપવાસ રાખવામાં આવે છે.અને ભક્તિ આરાધના કરવામાં ભક્તો ભક્તિમાં લીન થઇ જાય છે.આ દિવસે જુનાગઢમાં પણ શિવરાત્રીનો ઉત્સવ ઉજવવામાં આવે છે.અને અહી સાધુઓ,બાવાઓ પોતાનો અખાડામાં બેસે છે,અને તપ કરે છે.સૃષ્ટિનું સર્જન કાર્ય પૂર્ણ થતાં એક વખત પાર્વતીજીએ શિવને પુછ્યં કે તેમનો પ્રિય દિવસ કયો છે, ત્યારે શિવજીએ કહ્યું કે મહા વદ તેરસ, અને શિવની આ પસંદની જાણ પાર્વતીએ તેમના સહિયારો અને અન્ય દેવતાઓને કરી અને ધીમેં ધીમે આ કાળક્રમ અનુસાર આની જાણ મનુષ્યને પણ થઇ.
અન્ય એક કથા અનુસાર એક વખત સંસારના પ્રલયનો ભય તોળાઇ રહ્યો હતો, ત્યારે પાર્વતીએ શિવની પૂજા કરી અને તેમને જીવમાત્ર પર કૃપા કરી તેમનું રક્ષણ કરવા પ્રાર્થના કરી. શિવજીએ પ્રસન્ન થઈને કહ્યું કે જે જીવ મહા મહિનાની વદ ચૌદસને દિવસે તેમનું પૂજન અને ધ્યાન કરશે તેમને તે પ્રલય સમયે ઉગારશે. આમ, મહા શિવરાત્રિનું મહત્વ અનેરૂ છે.
આ દિવસને ભગવાન શિવ ની આરાધના નો પ્રમુખ દિવસ માનવામાં આવે છે. ભગવાન શિવ જ એક એવા આરાધ્ય દેવ છે કે જેમાં રાત્રી નું જાગરણ અને ઉપવાસ નું મહત્વ છે.શિવરાત્રી એટલે કે દેવોના દેવ મહાદેવ ભોળાનાથને રીજવવાનું અને મહાદેવમય થવાનો દિવસ. દેવોના દેવ મહાદેવ એ આદિ-અનાદિ-અજન્માં છે. શિવરાત્રી એટલે મહાદેવજીનો જન્મોત્સવ..
ધાર્મિક જગતમાં “શિવરાત્રી” નું અનેરૂ મહત્વ જોવા મળે છે. ચાર રાત્રી પૈકીની શિવરાત્રી એટલે જીવ નું શિવ સાથેનું આધ્યાત્મ મીલન.મહાશિવરાત્રી મહત્વ, , રૂદ્રોત્સવ રાત્રી, મહાશિવરાત્રી કલ્યાણ દાત્રી , મહાશિવરાત્રી ભગવાન ભોળાનાથની આરાધના, સાધના કરવાથી સઘળા પાપ, તાપ, સંતાપ દૂર થાય છે. મરકટ અને મલીન મન મિંદડુ બની અજય શાતા અનુભવે છે. ચંચળ અને ચલિત ચિત્ર ચંદવનમાં ફેરવાય છે. ‘હર’ કહેતા જ હર પ્રકારની પીડા દૂર થાય છે. યસ, માન, પ્રતિષ્ઠા, પ્રભાવ વધે છે. વિજય મળે છે. જીવનનો ફેરો ફળે છે. રિઘ્ધિરુસિઘ્ધિ કદમ ચૂમે છે, સફળતા સફળતા ચોતરફ ઝૂમે છે.આમ શીવરાત્રીને ધાર્મિક જગતમાં મહાન પર્વ માનવામાં આવે છે..