હરિયાળી અમાસના દિવસે વૃક્ષ અને છોડને રોપવાનુ કાર્ય કરવામાં આવે છે. જેનાથી પર્યાવરણ શુદ્ધ થાય છે. ધરતી હરીભરી થાય છે. વૃક્ષ-છોડમાં અનંત શક્તિઓ રહે છે. જે પ્રકૃતિનો અનુપમ ઉપહાર છે. જેનાથી બધાને શુદ્ધ ઓક્સિજન પ્રાપ્ત થાય છે. હવામાન પણ સંપૂર્ણ રીતે નિયંત્રણમાં રહે છે. હિન્દુ ધર્મમાં વૃક્ષોને દૈવી શક્તિથી પરિપૂર્ણ માનવામાં આવે છે. એવુ કહેવાય છે કે પીપળાનુ વૃક્ષ લગાવવાથી મનુષ્યને સેકડો યજ્ઞ સમાન પુણ્ય પ્રાપ્ત થાય છે. શમીનુ વૃક્ષ લગાવવાથી શરીર નિરોગી રહે છે. અશોકનુ વૃક્ષ લગાવવાથી બધી બિમારી દૂર રહે છે. આ પ્રકારના વિચારોને ધ્યાનમાં રાખીને વૃક્ષને સંતાન તરીકે પૂજવામાં આવે છે.
હરિયાળી અમાસ 28 જુલાઈના દિવસે ગુરૂવારે શ્રાવણ માસની કૃષ્ણ પક્ષ અમાસના દિવસે મનાવવામાં આવશે.
હરિયાળી અમાસનો પ્રારંભ: 27 જુલાઈના દિવસે બુધવારે રાત્રે 8.20થી થશે.
હરિયાળી અમાસનુ સમાપન: 28 જુલાઈના દિવસે ગુરૂવારે રાત્રે 10:16 વાગ્યે.
હરિયાળી અમાસના દિવસે વૃક્ષ-છોડ લગાવવાથી પ્રકૃતિ હરીભરી થાય છે, જેનાથી પર્યાવરણ શુદ્ધ અને સંતુલિત થાય છે. આપણને સારી માત્રામાં ઑક્સિજન પ્રાપ્ત થાય છે. જે આપણા જીવનનો આધાર છે. આખા સંસારમાં ગ્લોબલ વોર્મિગને ઘટાડવા માટે વૃક્ષ લાભદાયક હોય છે. તેથી હિન્દુ ધર્મમાં અમાસના દિવસે પૃથ્વીને હરી-ભરી બનાવવાનો સંકલ્પ લેવામાં આવે છે. હરિયાળી અમાસના દિવસે પિતૃઓને પ્રસન્ન રાખવા માટે હવન-પૂજા અને શ્રાદ્ધ તર્પણ પણ કરવામાં આવે છે.