જ્યોતિષ શાસ્ત્ર અનુસાર દરેક ગ્રહ તેના નક્કી સમય અનુસાર રાશિ પરિવર્તન કરે છે. દરેક ગ્રહનો રાશિ પરિવર્તનનો સમય અલગ અલગ હોય છે. પરંતુ જ્યારે પણ ગ્રહો રાશિ પરિવર્તન કરે છે તો તેનો પ્રભાવ રાશિચક્રની દરેક રાશિને થાય છે. આ પ્રભાવના કારણે તે રાશિના લોકોના જીવનમાં પણ ફેરફાર જોવા મળે છે. તેમાં પણ જો ગ્રહના રાશિ પરિવર્તનના કારણે કોઈ યોગ બનતો હોય તો તેની અસર પણ વ્યાપક રીતે જોવા મળે છે.
ગુરુ ગ્રહનું રાશિ પરિવર્તન
શનિ ગ્રહ પછી સૌથી ધીમી ગતિએ દેવગુરુ બૃહસ્પતિ રાશિ પરિવર્તન કરે છે. જ્યારે પણ ગુરુ ગ્રહ રાશિ બદલે છે તો તેનો પ્રભાવ દરેક રાશિના જાતકો પર જોવા મળે છે. આ પ્રભાવ સારો પણ હોય છે અને નકારાત્મક પણ હોય છે. 1 મે 2024 ના રોજ ગુરુ ગ્રહનું રાશિ પરિવર્તન થયું છે. ગુરુ ગ્રહે મેષ રાશિમાંથી નીકળી વૃષભ રાશિમાં પ્રવેશ કર્યો છે. હવે વૃષભ રાશિમાં ગુરુ 14 મે 2025 સુધી રહેશે. વૃષભ રાશિમાં ગુરુના પ્રવેશથી કુબેર યોગ સર્જાયો છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર કુબેર યોગ અતિશુભ અને લાભકારી હોય છે. આ યોગના પ્રભાવથી વ્યક્તિને તેના જીવનમાં સુખ-સમૃદ્ધિ મળે છે. કુબેર યોગ વ્યક્તિનું સૌભાગ્ય વધારે છે. આ યોગના પ્રભાવથી ઘરમાં ધન અને ધાન્યના ભંડાર ભરાઈ જાય છે. આ યોગ વ્યક્તિનું ભાગ્ય ચમકાવી શકે છે.
કુબેર યોગ
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર કુંડળીમાં બીજા અને અગિયારમાં સ્થાનનો સ્વામી પોતાની રાશિ કે ઉચ્ચ રાશિમાં હોય. બીજા કે અગિયારમા સ્થાનના સ્વામી વચ્ચે યુતિ સર્જાતી હોય તો કુબેર યોગ બને છે. આ વર્ષે 12 વર્ષ પછી કુબેર યોગ સર્જાયો છે. આ કુબેર યોગ 4 રાશિઓ માટે લાભકારી છે. આ 4 રાશિઓને આવનારા એક વર્ષ સુધી લાભ મળતો રહેશે. તો કઈ છે આ ભાગ્યશાળી રાશિઓ અને તેમને કેવા લાભ થશે ચાલો જાણી લો વિસ્તારપૂર્વક
મેષ રાશિ
વાણીમાં સૌમ્યતાનો પ્રભાવ રહેશે. અચાનક ધન લાભ થવાના યોગ છે. આર્થિક સ્થિતિમાં સુધારો થશે. જીવનમાં ભૌતિક સુખ સુવિધા વધતી જોવા મળશે. કારર્કિદીમાં સફળતાની નવી તકો મળશે.
મિથુન રાશિ
માતા-પિતાનો સહયોગ મળશે. કારર્કિદીમાં ખૂબ પ્રગતિ કરશો. સામાજિક પદ-પ્રતિષ્ઠા વધશે. નવું ઘર કે વાહન ખરીદવાના પણ યોગ એક વર્ષ દરમિયાન સર્જાશે. આર્થિક સ્થિતિ પહેલા કરતાં વધારે સારી થઈ જાશે.
કન્યા રાશિ
આ વર્ષમાં વિદેશ યાત્રા થવાની સંભાવના છે. લાંબા સમયથી અટકેલા કાર્ય સફળતા સાથે પૂર્ણ થશે. નવા બિઝનેસની શરુઆત માટે સારો સમય. ઘરમાં આ વર્ષે માંગલિક કાર્યનું આયોજન થઈ શકે છે. સારા પેકેજની નોકરી મળશે.
વૃશ્ચિક રાશિ
આ વર્ષે નોકરીમાં પ્રમોશન અને અપ્રેઝલ નક્કી મળશે. રોજગારની નવી તકો પ્રાપ્ત થશે. આવકના નવા સ્ત્રોત બનશે. ધન લાભની પ્રબળ સંભાવના છે. વ્યાવસાયિક સ્થિતિ સુદ્રઢ થશે. ધન સંપત્તિમાં વૃદ્ધિ થવાના પ્રબળ યોગ છે.