વાસ્તુ જાણકારોનુ માનવુ છે કે મંદિરમાં મૂર્તિઓને યોગ્ય દિશામાં રાખવામાં આવે તો તેનુ વિશેષ ફળ પ્રાપ્ત થાય છે. વાસ્તુ શાસ્ત્ર અનુસાર ઘરમાં ખોટી દિશામાં મૂર્તિઓ રાખવાથી ઘરમાં નકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે. આ સાથે દેવી-દેવતાઓની પૂજા પણ અધૂરી માનવામાં આવે છે. તેથી દરેક દેવી-દેવતાને રાખવા માટે એક નિશ્ચિત દિશા નક્કી કરવામાં આવે છે. આવો જાણીએ માં લક્ષ્મી અને ગણેશજીની મૂર્તિને કઈ દિશામાં રાખવી ઉત્તમ ગણાય છે.
હિન્દુ ધર્મમાં કોઈ પણ શુભ અને માંગલિક કાર્યની શરૂઆત ગણેશ પૂજાથી કરવામાં આવે છે. એવામાં ગણેશજીની મૂર્તિને યોગ્ય દિશામાં રાખવાથી ઘરમાં સુખ-સમૃદ્ધીનો વાસ થાય છે. વાસ્તુ શાસ્ત્ર મુજબ ગણેશજીની મૂર્તિને ઘરની ઉત્તર દિશામાં લગાવવી શુભ માનવામાં આવે છે. જ્યારે ગણેશજીની સિંદૂર તસ્વીર લગાવવી સારી માનવામાં આવે છે.
મંદિરમાં ભગવાન ગણેશની સાથે માં લક્ષ્મી તસ્વીર લગાવવામાં આવે છે. પરંતુ લક્ષ્મીની તસ્વીરને પણ યોગ્ય દિશામાં લગાવવી ખૂબ જરૂરી છે. ઘરના મંદિરમાં રાખેલી માં લક્ષ્મીની મૂર્તિ ગણેશજીની જમણી બાજુએ રાખવી જોઈએ. ઉલ્લેખનીય છે કે માં લક્ષ્મી ગણેશજીની માતા છે. તેથી તેની સ્થાપના જમણી બાજુ કરવામાં આવે છે.