આજે વૈશાખ મહિનાના સુદ પક્ષની ચોથ છે. જેને વિનાયકી ચોથ કહેવામાં આવે છે. આ દિવસ ગણેશજી માટે વ્રત કરવામાં આવે છે. ચોથ હોવાથી આ દિવસે ગણેશજી અને શિવજીની પણ વિશેષ પૂજા કરવી જોઇએ. ગણેશજી ચોથ તિથિના સ્વામી છે અને સોમવારે શિવજીની પૂજા કરવાનું વિશેષ મહત્ત્વ છે.
વિનાયકી ચોથના દિવસે ગણેશ પ્રતિમા ઉપર સિંદૂર, દૂર્વા, ફૂલ, ચોખા, ફળ, જનોઈ, નેવેદ્ય અર્પણ કરો. ધૂપ-દીપ પ્રગટાવીને આરતી કરો. શ્રીગણેશાય નમઃ, ૐ ગં ગણપતયૈ નમઃ, અને वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभ, निर्विघ्नं कुरमेदेव सर्वकार्येषु सर्वदा, મંત્રનો જાપ કરો.
જે લોકો વિનાયકી ચોથના દિવસે વ્રત કરે છે તેમણે નિરાહાર રહેવું જોઇએ અથવા ફળાહાર કરી શકે છે. દૂધ અને ફળના રસનું સેવન કરી શકાય છે. પૂજા પૂર્ણ થયા બાદ બધા ભક્તોને પ્રસાદ વહેંચો. ભગવાન પાસે પૂજામાં થયેલી ભૂલની માફી માંગો.
આ દિવસે ગણેશજી બાદ શિવલિંગની પૂજા કરો. શિવલિંગ ઉપર તાંબાના લોટાથી જળ ચઢાવો. બીલીપાન અર્પણ કરો. ચંદનથી તિલક લગાવો. ભગવાનને ભોગ ધરાવો. દીવો પ્રગટાવીને ૐ સાંબ સદાશિવાય નમઃ મંત્રનો જાપ ઓછામાં ઓછો 108 વાર કરો. જરૂરિયાતમંદ લોકોને અનાજ અને ફળનું દાન કરો.