ભગવાનની પૂજા-આરતી કરતાં સમયે ન ઇચ્છતા પણ કોઈને કોઈ ભૂલ થઈ જતી હોય છે જેને કારણે ભગવાન ગુસ્સે થઈ જે છે અને ખુશ થવાને બદલે તમે પાપના ભાગ બનો છો. પાર્થના કરતાં પહેલા દેવતાઓનું આવાહન કરવામાં આવે છે એ પછી એમને ઉચિત આસન આપવામાં આવે છે અને એ પછી એમના ચરણ ધોવા જેવા અનેક કામ કરવામાં આવે છે અને આ રીતે એમની પૂજા કરવામાં આવે છે.
જેમ આપણે આપના ઘરમાં કોઈ મહેમાનનું આગત-સ્વાગત કરીએ, દરવાજો ખોલીને અંદર માન-સમ્માનથી એમને અંદર બોલાવીએ અને બેસવાનો આગ્રહ કરીએ, નાસ્તો પાણી આપીએ અને પછી એમની સાથે વાતો કરીએ છીએ. બસ એ જ રીતે ભગવાનની પૂજા સમયે એમને પૂરતા માન-સમ્માન સાથે બોલાવીને પૂજાના દરેક નિયમોનું પાલન કરીને એ પછી જ ભગવાન સાથે તમારી કોઈ ઈચ્છા કે સમસ્યા શેર કરવી જોઈએ.
ઘરના પૂજા સ્થળ પર જે ભગવાનને બેસાડ્યા છે એ ફક્ત મૂર્તિ નથી પણ એક સજીવ છે એ રીતે એમની ઉપાસના કરવી જોઈએ. એટલા માટે જ ઋતુ મુજબ એમને કપડાં પહેરાવવા જોઈએ. સાથે જ મંદિરમાં દરરોજ સફાઇ કરવી જોઈએ. જે રીતે ઘરને ચોખ્ખું રાખીએ એ જ રીતે મંદિરને પણ સાફ રાખવું ખૂબ જરૂરી છે.
પૂજાઘરમાં જે ધાતુ મૂર્તિઓ છે એમને દરરોજ સ્નાન કરાવી, કપડાં પહેરાવી અને ત્યાં ચંદન અથવા ફૂલ વગેરે ચઢાવવામાં આવે છે. પૂજા કરતાં સમયે લોકો એક ભૂલ કરે છે કે મૂર્તિને સ્નાન કરાવીને તૈયાર કરતાં સમયે લોકો મંત્રોચ્ચાર કરીને પૂજા કરવા લાગે છે. એમ ન કરવું જોઈએ. એક વખત ભગવાનને તૈયાર કરી લીધા પછી પહેલા એમના કપાળ પર તિલક કરવું જોઈએ અને એ પછી એમની સામે દીવો પ્રગટાવીને પ્રાથના કરવી જોઈએ.
પૂજા કરતાં સમયે માથા પર કપડું જરૂર રાખવું જોઈએ. માથા પર રૂમાલ, ઓઢણી કે પલ્લું રાખીને પૂજા કરવાનો મતલબ છે કે તમે ભગવાનને માન આપી રહ્યા છો.
ઘરના દરેક રૂમમાં ભગવાનની તસવીર સારી વાત નથી ગણાતી. કોઈને દેખાડવાની જરૂર નથી કે તમે ભગવાનમાં માનો છો કે એમના મોટા ભક્ત છો. એવું નથી કે તમે ભગવાનની તસવીર વધુ રાખશો તો ભગવાન જલ્દી પ્રસન્ન થઈ જાય છે. ભગવાનની તસવીરને ડેકોરેશનની વસ્તુ ન બનાવી જોઈએ.