માના આરાધનાનું પર્વ ચાલી રહ્યુ છે. નવરાત્રી પર માની ખાસ પૂજા અર્ચના કરવામાં આવે છે. માને પ્રસન્ન કરવા ભક્તો મંત્ર જાપ, પૂજા અર્ચન કરે છે. શાસ્ત્રો અનુસાર કાત્યાયન ઋષિના તરથી પ્રસન્ન થઈ આદિ શક્તીમાં ઋષિના ઘરે તેમનાં પુત્રીના રૂપે અવતર્યા હતા. કાત્યાયન ઋષિના પુત્રી હોવાના કારણે માતા કાત્યાયની કહેવાયા. માંનું જે ભક્ત પૂજન અર્ચન કરે છે માં તેની તમામ મુશ્કેલીઓ હલ કરી દે છે. એક માન્યાતા છે કે કાત્યાયનીમાતાનું વ્રત કરવાથી તેમજ તેમની પૂજા કરવાથી કુંવારી કન્યાને મનગમતો ભરથાર મળે છે અને તેના વિવાહ થઈ જાય છે. તેમજ જે યુવતીના વિવાહમાં બાધા આવતી હોય તેના વિવાહ કોઇ પણ વિઘ્નવીના સંપન્ન થાય છે…..
માં કાત્યાયનીએ દેવતાઓની પ્રાર્થના સાંભળીને મહિષાસુર સાથે યુદ્ધ કર્યુ હતુ. મહિસાસુરસાથે યુદ્ધ કરતા કરતા માતા જ્યારે થાક્યા ત્યારે તેમને મધનું પાન ખવડાવવામાં આવ્યુ હતુ. આ પાન ખાવાથી માતાનો થાક ઉતરી ગયો હતો. માતાએ મહિષાસુરનો વધ કર્યો હતો. માંની સાધના કરવાથી ભક્તોના તમામ દુખો દૂર થાય છે. કાત્યાયનીની સાધના કરવા માટે તેમજ માને પ્રસન્ન કરવા માટે મધવાળું પાન અર્પણ કરવું જોઇએ…..માન્યતા છે કે આ સમયે ધૂપ, દીપ, ગુગળથી માની પૂજા કરવામાં આવે છે. આ પૂજાથી તમામ પ્રકારની મુશ્કેલીઓ દૂર કરવામાં આવી છે. માંને પ્રસન્ન કરવા પાંચ પ્રકારની મીઠાઈઓ ધરાવવા AVE CHE ભક્તોને મહેનત તેની યાગ્યતા અનુસાર ધન ધાન્ય પ્રાપ્ત થાય છે. માં દુર્ગાના નવદુર્ગા સ્વરૂપોમાં કાત્યાયનીમાતાને છઠ્ઠુ સ્વરૂપ માનવામાં આવે છે.