હિન્દુ ધર્મમાં ભગવાનને નારિયેળ વધેરવુ શુભ માનવામાં આવે છે અને કહેવાય છે કે નારિયેળ ચઢાવવાથી દરેક મનોકામના પુરી થઇ જાય છે. એવામાં આજના સમયમાં પૂજામાં નારિયેળ ખૂબ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. તેની સાથે ઘણી વાર એવું થાય છે કે નારિયેળ પૂજામાં ચઢાવ્યું હોય અને તે અંદરથી ખરાબ નીકળી જાય છે. અને જ્યારે થયું હશે તો કદાચ તમે દુકાનદાર પર ગુસ્સે થયા હશો અને મનમાં પણ ખચકાટ થયો હશે કે અશુભ થઇ ગયું, ભગવાન નારાજ થઇ ગયા કે કોઇ દુર્ઘટના તો નથી થવાની આવા કેટલાંય વિચારો મગજમાં ફરવા લાગે છે. પૂજામાં ચઢાવામાં આવેલ નારિયેળનો મતલબ અશુભ નથી, જાણો તેની પાછળનો અર્થ….
ખરાબ નારિયેળને શુભ માનવા પાછળ એક ખાસ કારણ હોય છે. પૌરાણિક વિદ્નાનોના મત પ્રમાણે પૂજામાં ચઢાવાય નારિયેળ ખરાબ નિકળવાનું અર્થ અશુભ નહી હોય..પણ તેના પાછળ ઈશ્વરના સંકેત હોય છે કે તેણે પૂજા ગ્રહણ કરી લીધી છે અને સાથે તમારું ચઢાવેલ પ્રસાદ પણ. આ ખરાબ નારિયેળનો અર્થ આ છે કે જે મનોકામના માટે પૂજા કરી છે એ જરૂર પૂર્ણ થશે. આ સમયે ભગવાન સામે જે પણ ઇચ્છાઓ વ્યક્ત કરશો તે ચોક્કસ પૂરી થતી હોય છે. તો બીજી બાજુ એવું પણ કેહવાય છે કે જો નારિયેળ ફોડતા સમેય તમારું નારિયેળ સારું નીકળે તો તેને લોકોની વચ્ચે વહેંચી દેવું જોઇએ. આમ કરવું શુભ મનાય છે.