રક્ષાબંધનનો પવિત્ર તહેવાર હિંદુ કેલેન્ડર મુજબ દર વર્ષે શ્રાવણ મહિનાની પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે. આ વર્ષે રક્ષાબંધનનો તહેવાર 11મી ઓગસ્ટ 2022ના રોજ આવી રહ્યો છે. રક્ષાબંધનનો તહેવાર ભાઈ અને બહેન માટે ખૂબ જ ખાસ દિવસ છે. જેની બંને આખું વર્ષ રાહ જોતા હોય છે.
રાખડી આ સમયે જ બાંધવી
આ દિવસે બહેનો તેમના ભાઈઓના કાંડા પર રાખડી બાંધે છે અને તેમના સ્વસ્થ જીવનની કામના કરે છે. જ્યારે ભાઈઓ તેમની બહેનોને ભેટ આપે છે અને જીવનભર તેમની રક્ષા કરવાનું વચન આપે છે. પરંતુ ધ્યાનમાં રાખો કે રાખડી હંમેશા ભદ્રા અને રાહુના સમયે જ બાંધવી જોઈએ. જ્યોતિષ શાસ્ત્રમાં રક્ષાબંધનના દિવસે કેટલાક ઉપાય જણાવવામાં આવ્યા છે, જેને કરવાથી અનેક સમસ્યાઓ દૂર થાય છે, ચાલો જાણીએ આ ઉપાયો વિશે.
રક્ષાબંધન પર ભાઈ-બહેન કરો આ ઉપાય
- રક્ષાબંધનના દિવસે બહેન તેના ભાઈને ગુલાબી રંગની પોટલીમાં અક્ષત, સોપારી અને એક રૂપિયાનો સિક્કો આપે તો ભાઈની આર્થિક સમસ્યાઓ દૂર થાય છે. જો ભાઈ આ બંડલને તિજોરી કે પૈસા સંબંધિત જગ્યાએ રાખે તો પૈસા આવે છે.
- રક્ષાબંધનના દિવસે ભાઈને રાખડી બાંધતા પહેલા ભગવાન ગણેશને રાખડી બાંધવી જોઈએ. આમ કરવાથી ભાઈ-બહેનના સંબંધોમાં મધુરતા આવે છે અને મનભેદ દૂર થાય છે.
- રક્ષાબંધનનો તહેવાર પૂર્ણિમાના દિવસે આવે છે. આ દિવસે તમે ચંદ્રદેવની પૂજા કરો. તેનાથી તમામ સમસ્યાઓ દૂર થશે. બીજી તરફ, ચંદ્રને મનનો કારક માનવામાં આવે છે. તેથી રક્ષાબંધનના દિવસે ચંદ્રની પૂજા કરવાથી માનસિક શાંતિ પણ મળે છે.
- ભાઈને નજરદોષથી બચાવવા માટે રક્ષાબંધન પર બહેને ભાઈ પાસેથી માથા ઉપર 7 વાર ફટકડી ઉતારી અને તેને આગમાં બાળી દેવી અથવા તેને ચોકડી પર ફેંકી દેવી.
- રક્ષાબંધનના શુભ દિવસે જ્યોતિષ શાસ્ત્રમાં જણાવ્યા મુજબ આ ઉપાય કરવાથી વિશેષ ફળ પ્રાપ્ત થાય છે અને ભાઈ-બહેન દરેક પ્રકારની પરેશાનીઓથી મુક્ત રહે છે.