શનિ દેવ આ સમયે કુંભ રાશિમાં છે અને તેનાથી વિપરીત ચાલ ચાલી રહ્યા છે. 12 જુલાઈના રોજ શનિ વક્રી ગતિમાં ચાલતા પોતાની જ રાશિ મકર રાશિમાં પ્રવેશ કરશે. તેઓ 6 મહિના સુધી મકર રાશિમાં રહેશે. મકર રાશિમાં શનિનું ગોચર કેટલાક લોકો માટે વરદાનરૂપ સાબિત થશે. શનિના મકર રાશિમાં રહેવા દરમિયાન આ લોકોને ઘણો ફાયદો થશે. કરિયર-આર્થિક સ્થિતિમાં જબરદસ્ત લાભ થશે. જાણો કઈ 3 રાશિના જાતકો માટે શનિનું ભ્રમણ સોનેરી દિવસો લાવશે.
ધન રાશિ
વક્રી શનિના મકર રાશિમાં પ્રવેશથી ધન રાશિના જાતકોને ઘણો લાભ થશે. 6 મહિના સુધી તેમને ફાયદો જ ફાયદો થશે. અચાનક તમને પૈસા મળશે. આવક વધશે. અટવાયેલા પૈસા પણ હવે મળશે. નોકરી-ધંધા બંને માટે સારો સમય છે. ઉદ્યોગપતિઓ નફો મેળવશે અને નોકરી કરવાવાળાને બઢોતરી મળશે. પાર્ટનરશીપમાં કામ કરતા લોકો માટે અને પાર્ટનરશીપમાં કામ શરૂ કરવા માટે સારો સમય છે.
મીન રાશિ
મીન રાશિના જાતકોને વક્રી શનિનું ગોચર ખૂબ લાભ આપશે. આવક વધશે. 6 મહિના દરમિયાન લાભની ઘણી સંભાવનાઓ રહેશે. પૈસા કમાવવાના નવા રસ્તા મળશે. ઉદ્યોગપતિઓને મોટી ડીલ મળી શકે છે. સાથે જ નોકરીયાતોને કેરિયરમાં સોનેરી તક મળી શકે છે. તેઓ મહાન સિદ્ધિઓ પ્રાપ્ત કરી શકે છે. નવી નોકરીની ઓફર મળવાના પણ પ્રબળ ચાન્સ છે. જૂના વિવાદમાં તમારી જીત થશે. રોકાણ માટે સારો સમય છે.
વૃષભ રાશિ
શનિ ગોચર સારો સમય લઈ આવશે. તમને નવી નોકરીની ઓફર મળશે. નોકરી બદલી નથી રહ્યા તો વર્તમાન નોકરીમાં જ પ્રમોશન કે પગાર વધારો જોવા મળી શકે છે. કરિયરમાં વૃદ્ધિ થવાની છે. વર્કપ્લેસ પર તમને માન મળશે. ધન લાભ થશે. આવક વધવાથી આર્થિક ચિંતામાં ઘટાડો થશે. જીવનમાં સુખ-સુવિધા વધશે. સિંગલ લોકોને પાર્ટનર મળી શકે છે.