આજકાલ કપડાની સાથે–સાથે સુંદર દેખાવા માટે લોકોને અલગ–અલગ પ્રકારના બુટ–ચંપલ પહેરવાનો ટ્રે્ન્ડ છે. તો લોકો સ્ટાઈલિશ અને કલરફૂલ ફૂટવેર ખરીદવા પર ફોકસ કરે છે. પરંતુ તેની પાછળ જ્યોતિષ શાસ્ત્રને એકદમ સાઈડમાં મુકી દેવામાં આવે છે, જે ખૂબ મોટી ભૂલ છે. દરેક માણસે બુટ–ચંપલ ખરીદતી વખતે કેટલીક બાબતોનુ ખાસ ધ્યાન રાખવુ જોઈએ. નહીંતર જીવનમાં વિપત્તિઓ આવી પડે છે. બુટ–ચંપલ ખરીદવાના કારણે કોઈની ઉપર આર્થિક સંકટ પણ આવી શકે છે.
પીળા રંગના ફૂટવેર ક્યારેય ના પહેરો
અહીં જણાવવાનું કે બુટ–ચંપલ ખરીદતી વખતે કઈ બાબતોનુ ધ્યાન રાખવુ જોઈએ. ક્યારેય પણ પીળા રંગના બૂટ અથવા ચંપલ ના ખરીદવા જોઈએ. કારણકે પીળો રંગ ગુરૂ બૃહસ્પતિનો રંગ માનવામાં આવે છે. જો અમે આ રંગના બૂટ–ચંપલ પહેરીએ છીએ તો કુંડળીમાં બેઠેલા ગુરૂ બૃહસ્પતિ નબળા પડશે. આ સ્થિતિમાં કોઈ પણ શખ્સ પર દરિદ્રતા આવી શકે છે. આ સાથે સંતાન, લગ્ન, લગ્ન જીવન પર જોખમ ઉભુ થઇ શકે છે.
આ રંગના બુટ–ચંપલ તમે પહેરી શકો
કુંડળીના બૃહસ્પતિ જો નારાજ થાય તો આખા જીવનને બરબાદ કરી શકે છે. આ સાથે માણસના જીવનમાંથી સુખ–સમૃદ્ધી બધુ ગાયબ થઇ શકે છે. એવામાં ક્યારેય પણ તમારા બુટ–ચંપલનો રંગ પીળો ના હોય આ વાતનુ આવશ્ય ધ્યાન રાખો. જ્યોતિષ શાસ્ત્ર મુજબ તમે કાળા, વાદળી અને જાંબલી રંગના પગરખા પહેરી શકો છો. આ સાથે વ્હાઈટ કલરના બુટ–ચંપલ પહેરવાથી પણ કોઈ નુકસાન નહીં થાય. ઓફિસમાં કામ કરતા કર્મચારીઓએ બ્રાઉન રંગના પગરખા ના પહેરવા જોઈએ. કારણકે વર્ક પ્લેસ પર આવા બુટ–ચંપલ પહેરવા અશુભ માનવામાં આવે છે.