એવું શ્રી વલ્લભ પ્રભુનું નામ અમને પ્રાણ પ્યારું છે
એવું શ્રી વિઠ્ઠલ પ્રભુનું નામ અમને પ્રાણ પ્યારું છે
પ્રાણ પ્યારું છે અમને
અતિશય વહાલું છે
એવું શ્રી વલ્લભ પ્રભુનું નામ અમને પ્રાણ પ્યારું છે
પુષ્ટિ માર્ગ પ્રગટાવ્યો
દૈત્યોનો તાપ નશાડ્યો
એવું શ્રી વલ્લભ પ્રભુનું નામ અમને પ્રાણ પ્યારું છે
સેવા માર્ગ ચલાવ્યો
ભક્તિ માર્ગ વિકસાવ્યો
એવું શ્રી વિઠ્ઠલ પ્રભુનું નામ અમને પ્રાણ પ્યારું છે
મેવાડ મધ્યે બિરાજે
જેનું સ્વરુપ સુંદર ગાજે
એવું શ્રી શ્રીનાથજીનું નામ અમને પ્રાણ પ્યારું છે
કાંકરોલી મધ્યે બિરાજે
રૂડો રાય સાગર ગાજે
એવું શ્રી દ્વારકાધીશનું નામ અમને પ્રાણ પ્યારું છે
ગોકુલમાં ગૌધેનચારી
વૃંદાવન કુંજ બિહારી
એવું શ્રી કૃષ્ણચંદ્રનું નામ અમને પ્રાણ પ્યારું છે