સોમવાર સપ્તાહના પ્રથમ કારોબારી દિવસે શેર બજાર આખો દિવસ નીચું જ રહ્યું હતું. વૈશ્વિક બજારના મિશ્ર સંકેતો વચ્ચે આજે ફરી સ્થાનિક શેરબજારમાં કડાકો બોલાયો હતો. આજના કારોબારમાં સેન્સેક્સ અને નિફ્ટી બંને લાલ થઈને બંધ થયા છે. સેન્સેક્સ આજે 93.91 અંક એટલે કે 0.17 ટકાના ઘટાડા સાથે 55,675.32 ના સ્તર પર અને નિફ્ટી 18.55 અંક એટલે કે 0.11 ટકાના ઘટાડાની સાથે 16,565.75 ના સ્તર પર બંધ થયા છે.
આજના કારોબારી સત્રમાં ટાટા સ્ટીલના શેરમાં મોટો ઉછાળો આવતા તે ટોપ ગેઈનર રહ્યાં હતા જ્યારે એલઆઈસી સહિતની બીજી કેટલીક કંપનીના શેરમાં ઘટાડો નોંધાયો હતો. આજે સવારે ભારતીય શેરબજાર લાલ નિશાન સાથે જ ખૂલ્યું હતું. સપ્તાહના પ્રથમ ટ્રેડિંગ દિવસે જ શેરબજાર 300 પોઇન્ટથી વધુના ઘટાડા સાથે ખૂલ્યું હતું. સેન્સેક્સ 209.92 અંક ઘટીને 55,559 પર કારોબાર કરી રહ્યો છે, જ્યારે નિફ્ટી 122.35 અંક ઘટીને 16,461 પર કારોબાર કરી રહ્યો છે.
આજના કારોબારી સત્રમાં નિફ્ટી બેન્ક, ઓટો, ફાઈનાન્શિયલ સર્વિસ, પ્રાઈવેટ બેન્ક અને હેલ્થકેર સેક્ટરમાં ખરીદારી જોવા મળી રહી છે, જ્યારે કન્ઝયુમર ડ્યુરેબલ્સ, રિયલ્ટી, પીએસયુ બેન્ક, ફાર્મા, મેટલ, મીડિયા, આઈટી અને એફએમસીજી સેક્ટરમાં ઘટાડો જોવા મળ્યો હતો. એમએન્ડએમ, એક્સિસ બેન્ક, સન ફાર્મા, ડો.રેડ્ડી, ઈન્ડસઈન્ડ બેન્ક અને મારુતિના શેર ટ્રેડ થઈ રહ્યા છે અને તેમા સારી વેચવાલી જોવા મળી હતી.