Luxury Products: લક્ઝરી પ્રોડક્ટ્સનું ઉત્પાદન કરતી વિશ્વની ટોચની 100 કંપનીઓમાં છ ભારતીય કંપનીઓ પણ પોતાનું સ્થાન બનાવવામાં સફળ રહી છે. આ છ કંપનીઓમાં મલબાર ગોલ્ડ અને ડાયમન્ડ્સ અને ટાઇટનની સાથે અન્ય ચાર ભારતીય જ્વેલરી મેન્યુફેક્ચરિંગ કંપનીઓનો સમાવેશ થાય છે. મલબાર ગોલ્ડ એ અગ્રણી સ્થાનિક કંપની છે, જે સોમવારે રિલીઝ થયેલી ડેલોઇટની ‘ગ્લોબલ લક્ઝરી ગુડ્સ લિસ્ટ-2023’માં 19મા ક્રમે છે. પ્રથમ વખત તેને યાદીમાં સ્થાન મળ્યું છે. ટાટા ગ્રૂપની એક યુનિટ ટાઇટન કંપની 24માં સ્થાને છે. વિવિધ ક્ષેત્રોમાં કામ કરતી ફ્રેન્ચ લક્ઝરી કંપની LVMH આ યાદીમાં ટોચનું સ્થાન ધરાવે છે. PVH કોર્પ બીજા સ્થાને અને રિચેમોન્ટ ત્રીજા સ્થાને છે.
સ્થાનિક લક્ઝરી માર્કેટમાં નોંધપાત્ર વૃદ્ધિ
ડેલોયે અહેવાલમાં જણાવ્યું હતું કે જેમ જેમ ભારતીય અર્થવ્યવસ્થા વધી રહી છે તેમ ગ્રાહકોની પસંદગીઓ પણ વિકસિત થઈ રહી છે. દેશનું લક્ઝરી માર્કેટ નોંધપાત્ર વૃદ્ધિનું સાક્ષી બની રહ્યું છે, જે સ્થાનિક બ્રાન્ડ્સની વૈશ્વિક ઓળખમાં ફાળો આપે છે. દેશમાં લક્ઝરી ઉત્પાદનોની માંગમાં વધુ વધારો થવાની ધારણા છે. આ સ્થાનિક બ્રાન્ડને વૈશ્વિક સ્તરે ઉભરી આવવાની પૂરતી તકો પૂરી પાડશે.
રિપોર્ટ અનુસાર, વિશ્વના ટોપ-100 લક્ઝરી પ્રોડક્ટ સેલર્સે 2023માં કુલ $347 બિલિયનનો બિઝનેસ કર્યો હતો. વાર્ષિક ધોરણે આ 13.4 ટકાનો વધારો છે. $347 બિલિયનના કુલ ટર્નઓવરમાં LVMHનો હિસ્સો 31 ટકા છે.
ટોપ-10 63 ટકા માર્કેટ કબજે કરે છે
ડેલોઇટના જણાવ્યા અનુસાર, લક્ઝરી પ્રોડક્ટ્સનું ઉત્પાદન કરતી વિશ્વની ટોચની 10 કંપનીઓ 63 ટકા બજાર કબજે કરે છે. વાર્ષિક ધોરણે તેમના વેચાણમાં 23 ટકાનો વધારો થયો છે. ટોપ-100 કંપનીઓના કુલ ચોખ્ખા નફામાં તેમનો હિસ્સો 76.4 ટકા છે.