Business News :
સપ્તાહના પ્રથમ ટ્રેડિંગ દિવસે શેરબજારમાં સપાટ શરૂઆત બાદ વેચવાલી જોવા મળી રહી છે. સોમવારે સવારે 9:57 વાગ્યા સુધીમાં સેન્સેક્સ 170.89 (-0.23%) પોઈન્ટ ઘટીને 71,424.60 પર હતો જ્યારે નિફ્ટી 55.21 (0.25%) પોઈન્ટ ઘટીને 21,727.30 પર હતો. ટાટા પાવરના શેર 4% ઘટ્યા હતા જ્યારે હીરો મોટો કોર્પના શેર શરૂઆતના વેપારમાં 3% ઘટ્યા હતા.