iPhone 15નું વેચાણ શરૂ થઈ ગયું છે. લોકો હવે ઓનલાઈન અને ઓફલાઈન મોડ દ્વારા આઈફોન ખરીદી શકશે. આ દરમિયાન iPhoneના વેચાણના પહેલા જ દિવસે એક મોટો રેકોર્ડ તૂટી ગયો છે. ભારતમાં બનેલા ‘iPhone-15’ને લઈને લોકોમાં ભારે ક્રેઝ છે. તેનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે ‘iPhone-14’ની સરખામણીમાં તેના પ્રથમ દિવસના વેચાણમાં 100 ટકાનો વધારો થયો છે. સૂત્રોએ આ માહિતી આપી છે.
iPhone 15
પહેલીવાર એપલે ‘મેડ-ઈન-ઈન્ડિયા’ આઈફોન ઉપલબ્ધ કરાવ્યો છે તે જ દિવસે તેણે આ ફોનને દેશ અને વિશ્વના અન્ય ભાગોમાં વેચવાનું શરૂ કર્યું હતું. એક સૂત્રએ જણાવ્યું હતું કે, “શુક્રવારે સાંજે 6 વાગ્યા સુધીમાં, ‘iPhone-15’ સિરીઝના ફોનના વેચાણમાં પ્રથમ દિવસે ‘iPhone-14’ ની સરખામણીમાં 100 ટકા વૃદ્ધિ નોંધાઈ છે. દરેક જગ્યાએ લાંબી કતારો છે અને ઓફિસનો સમય પૂરો થયા પછી લોકોની સંખ્યામાં વધારો થયો છે.
મેડ-ઇન-ઇન્ડિયા આઇફોન
કંપનીએ ‘મેડ-ઇન-ઇન્ડિયા’ ‘iPhone-15’ અને ‘iPhone-15 Plus’નું વેચાણ શરૂ કર્યું છે. આ ફોન ગુલાબી, પીળો, લીલો, વાદળી અને કાળા રંગમાં ઉપલબ્ધ છે. તેમના 128 GB (Giga Byte), 256 GB અને 512 GB મોડલની કિંમત અનુક્રમે રૂ. 79,900 અને રૂ. 89,900 થી શરૂ થાય છે. ‘iPhone 15 Pro’ ની કિંમત 1,34,900 રૂપિયાથી શરૂ થાય છે અને તે 128 GB, 256 GB, 512 GB અને 1 TB મેમરી સ્ટોરેજ ક્ષમતામાં ઓફર કરવામાં આવે છે.
કિંમત
‘iPhone 15 Pro Max’ ની કિંમત 1,59,900 રૂપિયાથી શરૂ થાય છે અને તે 256 GB, 512 GB અને 1 TB (ટેરા બાઈટ) મેમરી સ્ટોરેજ ક્ષમતામાં ઉપલબ્ધ છે. 1 TB મેમરી સ્ટોરેજ ક્ષમતાવાળું ‘iPhone-15 Pro Max’ મોડલ ભારતમાં 1.99 લાખ રૂપિયામાં વેચાઈ રહ્યું છે. ‘iPhone-15’ સિરીઝના વેચાણ સાથે ઘણી પહેલ કરવામાં આવી હતી. પહેલીવાર ગ્રાહકો દિલ્હી અને મુંબઈમાં સ્થિત એપલ સ્ટોર્સમાંથી પણ iPhone ખરીદી શકશે.