દેશની સૌથી મોટી સોફ્ટવેર કંપની Tata Consultancy Services (TCS) એ બુધવારે સપ્ટેમ્બર 2023 ના રોજ પૂરા થતા ક્વાર્ટર માટે તેના પરિણામો જાહેર કર્યા. સપ્ટેમ્બર ક્વાર્ટરમાં ટાટા ગ્રૂપની આ કંપનીનો કોન્સોલિડેટેડ ચોખ્ખો નફો વાર્ષિક ધોરણે 9% વધીને રૂ. 11,342 કરોડ થયો છે. ટાટા ગ્રુપની ફ્લેગશિપ કંપનીએ ગયા નાણાકીય વર્ષના બીજા ક્વાર્ટરમાં રૂ. 10,431 કરોડનો ચોખ્ખો નફો કર્યો હતો.
કોન્સોલિડેટેડ રેવન્યુ વાર્ષિક ધોરણે લગભગ 8% વધીને રૂ. 59,692 કરોડ થઈ છે. આ સાથે TCS એ તેના પાત્ર શેરધારકો માટે અંતિમ ડિવિડન્ડની પણ જાહેરાત કરી છે. સમીક્ષા હેઠળના ક્વાર્ટરમાં ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસનો ઓપરેટિંગ નફો 9.1 ટકા વધીને રૂ. 14,483 કરોડ થયો છે, જ્યારે ઓપરેટિંગ માર્જિન (નફો) 0.25 ટકા વધીને 24.3 ટકા થયો છે.