Stock Market: મંગળવારે શેરબજારમાં વેચવાલી જોવા મળી હતી. મુખ્ય સૂચકાંકો લાલ નિશાનમાં કારોબાર કરી રહ્યા છે. હાલમાં સેન્સેક્સ લગભગ 255 પોઈન્ટ ઘટીને 73,616.46 પર અને નિફ્ટી પણ 69.25 પોઈન્ટ ઘટીને 22,336.35 પર ટ્રેડ કરી રહ્યો છે. ટાટા મોટર્સ નિફ્ટીમાં 3 ટકાના ઉછાળા સાથે ટોપ ગેઇનર છે જ્યારે TCS, HCL ટેક, ICICI બેન્ક ટોપ લુઝર છે.
ગઈ કાલે નિફ્ટીએ સર્વકાલીન ઊંચાઈ બનાવી હતી
અગાઉ ગઈકાલે એટલે કે 4 માર્ચે નિફ્ટીએ 22,440ની નવી ઓલ-ટાઇમ હાઈ બનાવી હતી. જોકે, આ પછી થોડો ઘટાડો થયો હતો અને તે 27 પોઈન્ટના વધારા સાથે 22,405ના સ્તરે બંધ રહ્યો હતો. જ્યારે સેન્સેક્સ 66 પોઈન્ટના વધારા સાથે 73,872 ના સ્તર પર બંધ થયો હતો.