શેરબજારમાં સતત છઠ્ઠા દિવસે હરિયાળી શરૂ થઈ છે. આજે BSE ના 30 શેરો વાળા સંવેદી સૂચકાંક સેન્સેક્સ 13 અંક ના મામૂલી વધારા સાથે 65493 ના સ્તર પર ખુલ્યા છે. તે જ સમયે, નિફ્ટીએ 16 પોઈન્ટના વધારા સાથે 19405 ના સ્તર પર ટ્રેડિંગ શરૂ કર્યું. સેન્સેક્સ 4 જુલાઇ, મંગળવારના રોજ 65567 અને નિફ્ટી 19434ની નવી સર્વકાલીન ઊંચી સપાટીએ પહોંચ્યો હતો.
શરૂઆતના કારોબારમાં સેન્સેક્સ 134 પોઈન્ટ ઘટીને 65344 પર હતો. જ્યારે નિફ્ટી 38 પોઈન્ટના ઘટાડા સાથે 19350ના સ્તરે છે. આજે નિફ્ટીના ટોચના ગનર્સ ડિવિસ લેબ, બજાજ ઓટો, ICICI બેંક, ઇન્ફોસિસ અને ભારતી એરટેલ જેવા શેરો હતા. ટોપ લૂઝર વિશે વાત કરીએ તો આ યાદીમાં HDFC બેંક, આઇશર મોટર્સ, NTPC, કોલ ઇન્ડિયા અને ITC હતા.
આજે અંબુજા સિમેન્ટ સિવાય અદાણી એન્ટરપ્રાઈઝ, અદાણી વિલ્મર, એસીસી, એનડીટીવી, અદાણી પોર્ટ્સ, અદાણી પાવર, અદાણી ટ્રાન્સમિશન અને અદાણી ટોટલ ગેસમાં અદાણી ગ્રુપના શેર લીલા નિશાન પર ટ્રેડ થઈ રહ્યા હતા.