Skoda Compact SUV: સ્કોડા ઓટો ઈન્ડિયા કોમ્પેક્ટ એસયુવી માર્કેટમાં પ્રવેશવા જઈ રહી છે. તેણે એક નવી કોમ્પેક્ટ SUV માટે તેની નવી યોજનાઓની જાહેરાત કરી. આ SUV ભારતમાં 2025 ના પહેલા છ મહિનામાં લોન્ચ કરવામાં આવશે. આ કંપનીની ત્રીજી મેડ ફોર ઈન્ડિયા પ્રોડક્ટ હશે. આ નવી કાર કુશક અને સ્લેવિયા જેવા MQBAO પ્લેટફોર્મ પર આધારિત હશે. આ નવા લોન્ચ સાથે, સ્કોડા ઓટો ઈન્ડિયા 2026 સુધીમાં વાર્ષિક 1,00,000 કારના વેચાણના લક્ષ્યને હાંસલ કરવા તરફ આગળ વધશે.
સ્કોડા ઓટો એ.એસ. ના CEO આ જાહેરાત વિશે બોલતા ક્લાઉસ ઝેલ્મરે જણાવ્યું હતું કે સમગ્ર વિશ્વમાં સ્કોડા ઓટોના વિકાસ માટે ભારત ખૂબ જ મહત્વપૂર્ણ બજાર છે. ભારત તેની જબરદસ્ત બજાર શક્તિ સાથે સ્કોડા ઓટોના વિશ્વભરના અન્ય દેશના બજારોમાં વિસ્તરણ માટે વિકાસ અને ઉત્પાદનનો આધાર પણ છે. આ દેશોમાં આસિયાન અને મધ્ય પૂર્વના દેશો પણ સામેલ છે. 2021 પછી, કંપનીએ ભારતમાં તેની કારનું વેચાણ બમણું કર્યું છે.
2025માં લોન્ચ થનારી તમામ નવી કોમ્પેક્ટ SUV ગ્રાહકો માટે એક મહત્વપૂર્ણ સેગમેન્ટ ઉમેરશે.
મને વિશ્વાસ છે કે સ્કોડાના પોર્ટફોલિયોનું વિસ્તરણ ભારતમાં કંપનીના વિકાસના લક્ષ્યોને હાંસલ કરવામાં યોગદાન આપશે. આ કારોના લોન્ચ સાથે, કંપની 2030 સુધીમાં ફોક્સવેગન બ્રાન્ડની કારના વેચાણમાં લગભગ પાંચ ટકા બજારહિસ્સો હાંસલ કરવાના માર્ગ પર આગળ વધશે.