Share Market Record: શેરબજાર આજે સવારે શેરબજાર લાલ નિશાન પર ખુલ્યું હતું પરંતુ બપોર બાદ બજારમાં તેજી જોવા મળી હતી. આજે ફરી એકવાર બજાર ઓલટાઇમ હાઈ પર બંધ થયું છે. સેન્સેક્સ અને નિફ્ટી 117 પોઈન્ટના વધારા સાથે બંધ થયા છે. આ સિવાય બેન્ક ફાર્મા ઈન્ડેક્સ અને BSE મિડકેપ ઈન્ડેક્સ ઉછાળા સાથે બંધ થયા છે. ડોલર સામે રૂપિયામાં પણ ઉછાળો જોવા મળ્યો છે.
બુધવારના કારોબારી સત્રમાં, શેરબજાર સવારે લાલ નિશાનમાં ખુલ્યું હતું પરંતુ બાદમાં સર્વકાલીન ઉચ્ચ સ્તરે બંધ થયું હતું. બજારના બંને સૂચકાંક ઊંચા સ્તરે બંધ રહ્યા હતા.
આજે સેન્સેક્સ 408.86 પોઈન્ટ અથવા 0.55 ટકાના વધારા સાથે 74,085.99 પોઈન્ટ પર બંધ થયો હતો. નિફ્ટી 117.70 પોઈન્ટ અથવા 0.53 ટકા વધીને 22,474.00 પર પહોંચ્યો હતો.
સેક્ટર પર નજર કરીએ તો બેન્ક ઈન્ડેક્સ 1 ટકા અને ફાર્મા ઈન્ડેક્સ 0.7 ટકા વધીને બંધ થયા છે. ઓઈલ એન્ડ ગેસ, પાવર રિયલ્ટી 1 ટકા ઘટ્યા. BSE મિડકેપ ઈન્ડેક્સ 0.6 ટકા અને સ્મોલકેપ ઈન્ડેક્સ 2 ટકા ઘટ્યા છે.
ટોપ ગેઇનર્સ અને લુઝર શેરો
નિફ્ટી પર, બજાજ ઓટો, કોટક મહિન્દ્રા બેંક, એક્સિસ બેંક, ભારતી એરટેલ અને એસબીઆઈ લાઈફ ઈન્સ્યોરન્સના શેરમાં મજબૂત ઉછાળો જોવા મળ્યો હતો, જ્યારે અદાણી એન્ટરપ્રાઈઝ, અલ્ટ્રાટેક સિમેન્ટ, એનટીપીસી, ઓએનજીસી અને મારુતિ સુઝુકીના શેરો ઘટાડા સાથે બંધ થયા હતા.