Petrol Diesel Price 22 February 2024: દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 647માં દિવસે પણ કોઈ ફેરફાર થયો નથી. આ સમયગાળા દરમિયાન ક્રૂડ ઓઈલ પ્રતિ બેરલ 130 ડોલરથી ઘટીને 83 ડોલર થઈ ગયું છે. આમ છતાં ઓઈલ માર્કેટિંગ પેટ્રોલિયમ કંપનીઓએ ઈંધણના ભાવમાં ઘટાડો કર્યો નથી. આજે પાકિસ્તાનમાં પેટ્રોલ ભારતના સૌથી સસ્તા પેટ્રોલ કરતા સસ્તું છે. દેશમાં સૌથી સસ્તું પેટ્રોલ પોર્ટ બ્લેરમાં 84.10 રૂપિયા અને ડીઝલ 79.74 રૂપિયા પ્રતિ લીટરમાં વેચાઈ રહ્યું છે. જ્યારે પાકિસ્તાનમાં એક લિટર પેટ્રોલની સરેરાશ કિંમત 81.66 રૂપિયા (ભારતીય ચલણમાં) છે.
વિશ્વમાં સૌથી સસ્તું પેટ્રોલ ઈરાનમાં છે: globalpetrolprices.com પર આપવામાં આવેલા નવીનતમ ડેટા અનુસાર, વિશ્વમાં સૌથી સસ્તું પેટ્રોલ ઈરાનમાં છે. ભારતીય રૂપિયામાં એક લિટર પેટ્રોલની આ સરેરાશ કિંમત 2.37 રૂપિયા છે. સૌથી મોંઘુ પેટ્રોલ હોંગકોંગમાં છે. અહીં તમારે એક લીટર પેટ્રોલ માટે 258.48 રૂપિયા ખર્ચવા પડશે. જ્યારે આપણા દેશમાં સૌથી મોંઘુ પેટ્રોલ રાજસ્થાનના શ્રીગંગાનગરમાં 113.44 રૂપિયા પ્રતિ લીટર છે.
ભારત કરતાં નેપાળમાં તેલ ઘણું મોંઘું છે: જો આપણે આપણી આસપાસના અન્ય દેશોની વાત કરીએ તો, અફઘાનિસ્તાનમાં પેટ્રોલ 85.74 રૂપિયા પ્રતિ લીટર છે. માલદીવમાં પેટ્રોલનો ભાવ 77.13 રૂપિયા પ્રતિ લિટર છે. ભૂટાનમાં 67.58 રૂપિયા પ્રતિ લીટર અને બાંગ્લાદેશમાં 94.40 રૂપિયા પ્રતિ લીટર છે. ચીનમાં એક લિટર પેટ્રોલની કિંમત 96.89 રૂપિયા છે. નેપાળમાં પેટ્રોલની સરેરાશ કિંમત હવે ભારત કરતા વધારે છે. નેપાળમાં પેટ્રોલ હવે 107.44 રૂપિયા પ્રતિ લીટર છે, જ્યારે ભારતમાં સરેરાશ 104.18 રૂપિયા છે. શ્રીલંકામાં પણ પેટ્રોલની કિંમત 121.17 રૂપિયા પ્રતિ લીટર છે. અહીં તમામ આંકડા ભારતીય રૂપિયામાં આપવામાં આવ્યા છે.
આજે શું છે ક્રૂડ ઓઈલના ભાવઃ ક્રૂડ ઓઈલના ભાવમાં ફરી વધારો થયો છે. બ્લૂમબર્ગ એનર્જી પર આપવામાં આવેલા નવીનતમ અપડેટ મુજબ, બ્રેન્ટ ક્રૂડનો એપ્રિલ વાયદો 0.84 ટકા વધીને બેરલ દીઠ $ 83.03 પર પહોંચી ગયો છે. જ્યારે WTI ક્રૂડના એપ્રિલ વાયદામાં 0.24 ટકાનો વધારો થયો છે. હવે તે પ્રતિ બેરલ $78.10 પર છે.