વિશ્વના અગ્રણી ઉદ્યોગપતિ મુકેશ અંબાણી પોતાની પત્ની નીતા અંબાણીને એક મોટી જવાબદારી સોંપી શકે છે. નીતા અંબાણી રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ-વોલ્ટ ડિઝનીના મર્જ્ડ મીડિયા બિઝનેસના ચેરપર્સન બની શકે છે. તમને જણાવી દઈએ કે, નીતા અંબાણીએ હાલમાં જ ફાઉન્ડેશન પર વધુ ધ્યાન આપવા માટે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના બોર્ડમાંથી રાજીનામું આપ્યું હતું. તે જ સમયે, હવે તે રિલાયન્સ અને ડિઝનીના મર્જર પછી બનેલી કંપનીની ચેરપર્સન બની શકે છે. તે મુંબઈમાં નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટરના સ્થાપક પણ છે.
રિપોર્ટ અનુસાર, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીની પત્ની નીતા અંબાણીને રિલાયન્સ-ડિઝની મર્જર યુનિટના બોર્ડના ચેરપર્સન તરીકે નિયુક્ત કરવામાં આવે તેવી તમામ શક્યતાઓ છે. રિલાયન્સ અને ડિઝની ભારત મીડિયા મર્જર ડીલ પર હસ્તાક્ષર કરવાની નજીક છે. આ ડીલ પર મહિનાઓથી કામ ચાલી રહ્યું છે. આ ડીલની જાહેરાત આ અઠવાડિયે થઈ શકે છે.
સપ્તાહની શરૂઆતમા, ડિઝની અને રિલાયન્સે તેમના મીડિયા ઓપરેશન્સને મર્જ કરવા માટે એક કરાર પર હસ્તાક્ષર કર્યા છે. તેમાં કહેવામાં આવ્યું છે કે અંબાણીની આગેવાની હેઠળની રિલાયન્સ મર્જ થયેલી એન્ટિટીમાં 61 ટકા હિસ્સો ધરાવે તેવી અપેક્ષા છે, જ્યારે બાકીનો હિસ્સો ડિઝની પાસે રહેશે.
ભારતમાં ડિઝનીના ટીવી અને સ્ટ્રીમિંગ બિઝનેસમાં છેલ્લા કેટલાક વર્ષોમાં મંદી જોવા મળી છે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝને જિયો તરફથી ક્રિકેટ સ્ટ્રીમિંગને લઈને સખત સ્પર્ધાનો સામનો કરવો પડી રહ્યો છે. દરમિયાન, ઘણા વપરાશકર્તાઓએ ડિઝની પ્લેટફોર્મ છોડી દીધું છે.
જો વર્તમાન સમયની વાત કરીએ તો નીતા અંબાણી રિલાયન્સ ફાઉન્ડેશનના ચેરપર્સન અને સ્થાપક છે. નીતા મુંબઈ સ્થિત ધીરુભાઈ અંબાણી ઈન્ટરનેશનલ સ્કૂલની ચેરપર્સન પણ છે.