નવી દિલ્હી: 2023-24ના પ્રથમ ક્વાર્ટરમાં ભારતનો GDP 7.8 ટકા વધ્યો છે. આ સંદર્ભમાં એનએસઓએ ડેટા જાહેર કર્યો અને કહ્યું કે આ વર્ષે એપ્રિલથી જૂનના ત્રિમાસિક ગાળામાં જીડીબી વૃદ્ધિનો દર ગયા વર્ષના સમાન ક્વાર્ટરમાં 13.1 ટકાની સરખામણીએ 7.8 ટકા હતો. તમને જણાવી દઈએ કે આ પહેલા સરકારી ડેટામાં જણાવવામાં આવ્યું હતું કે ચાલુ નાણાકીય વર્ષ 2023-24ના પહેલા 4 મહિનામાં કેન્દ્ર સરકારની રાજકોષીય ખાધ આખા વર્ષના લક્ષ્યાંકના 33.9 ટકા પર પહોંચી ગઈ છે.
કંટ્રોલર જનરલ ઓફ એકાઉન્ટ્સ (CGA) દ્વારા ગુરુવારે જારી કરાયેલા આંકડા અનુસાર, એપ્રિલથી જુલાઈના અંત સુધીમાં રાજકોષીય ખાધ વાસ્તવિક રીતે રૂ. 6.06 લાખ કરોડ હતી. ગયા વર્ષે સમાન સમયગાળામાં રાજકોષીય ખાધ કુલ બજેટ અંદાજના 20.5 ટકા હતી.