Fairfax India : ભારતીય-કેનેડિયન અબજોપતિ પ્રેમ વત્સ દ્વારા સમર્થિત ફેરફેક્સ ઇન્ડિયાએ IIFL ફાયનાન્સને $200 મિલિયન (રૂ. 1,650 કરોડ) ની રોકડ સહાય પ્રતિબદ્ધ કરી છે. ભારતીય રિઝર્વ બેંક (RBI) એ નોન-બેંકિંગ ધિરાણકર્તાઓને ગોલ્ડ લોન આપવા પર પ્રતિબંધ મૂક્યો છે.
ફેરફેક્સ ઈન્ડિયા હોલ્ડિંગ્સ કોર્પોરેશને બુધવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે આરબીઆઈના નિયંત્રણોએ કંપનીના રોકાણકારો અને ધિરાણકર્તાઓમાં તરલતા અંગે ચિંતા વધારી છે. આ ચિંતાઓને કારણે, ફેરફેક્સ ઇન્ડિયાએ પરસ્પર સંમત શરતો પર અને નિયમનકારી મંજૂરીઓને આધીન $200 મિલિયનની રોકડ સહાય પૂરી પાડવાનું નક્કી કર્યું છે.
Fairfax India ના ચેરમેન પ્રેમ વત્સે જણાવ્યું હતું કે, ‘અમે IIFL ગ્રુપ ઓફ કંપનીઓમાં લાંબા ગાળાના રોકાણકારો છીએ અને નિર્મલ જૈન અને આર વેંકટરામનની આગેવાની હેઠળની કંપનીની મજબૂત મેનેજમેન્ટ ટીમમાં સંપૂર્ણ વિશ્વાસ છે. અમને વિશ્વાસ છે કે નિર્મલ અને વેંકટ આરબીઆઈના ધોરણોનું પાલન સુનિશ્ચિત કરવા માટે સુધારાત્મક પગલાં લેશે.
IIFL ફાઇનાન્સના મેનેજિંગ ડિરેક્ટર નિર્મલ જૈને જણાવ્યું હતું કે આવા પ્રસંગે ફેરફેક્સ ઇન્ડિયા અને પ્રેમ દ્વારા સમર્થનની જાહેરાત અમારા માટે ખૂબ જ પ્રેરણાદાયી સાબિત થશે. આ સપ્તાહની શરૂઆતમાં, રિઝર્વ બેંકે પીળી ધાતુની શુદ્ધતાના વધુ પરીક્ષણ અને પ્રમાણિત કરવા સહિત સુપરવાઇઝરી ચિંતાઓને પગલે IIFL ફાઇનાન્સ લિમિટેડને ગોલ્ડ લોન આપવા પર પ્રતિબંધ મૂક્યો હતો.